________________ પારમાલિક લેખસંગ્રહ [ ૨૩ય ભેદ પણ સંભવી શકે. આમ છતાં તે જીવ “ઈચ્છાયોગિ” તે હોય જ અને એથી જ શક્ય અનુષ્ઠાનેને આરાધક છતાં અશક્યને વાંછુક પણ હોઈ શકે છે; છતાં વાસ્તવિક તે “શાસ્ત્રગિ " જીવ વચનાનુષ્ઠાનનું પૂર્ણ આરાધન કરે તે જ “કિયા–અવંચતા છે. જેટલા જેટલા અંશમાં ક્રિયાઅવંચકતા પ્રગટ થતી જાય, તેટલા તેટલા અંશમાં જાગૃતિ દશા પ્રગટ થતી જાય છે. એ જાગૃતિ દશા એટલે મિથ્યાષ્ટિ જીવ જે વિષયકષાયજનિત સુખસામગ્રીમાં કે સુખમાં સુખની કલ્પના અને વૈરાગ્યજનિત આત્મિક સુખમાં દુઃખની કલપનારૂપ સુષુપ્તિમાં નિદ્રિત હોય, તેનાથી પરાભુખ બની, વિષયકષાયજનિત સુખમાં દુઃખની માન્યતા અને આત્મિક સુખમાં જ માત્ર સુખની માન્યતારૂપ જે “અનિદ્રિત દશા” તે છે. વિષયકષાયજનિત સામગ્રીમાં બાહિર સુખ અને આંતરિક દુઃખ, જ્યારે વૈરાગ્યજનિત આત્મિક સુખમાં બહિદુખ હોય પરંતુ આંતરિક તે સુખ જ હોય. અર્થાત્ મિથ્યાત્વ અંધ જેને માટે જે આન્તરસ્કૂટ પ્રકાશરૂપ ઝગઝગત દિન હોવા છતાં નિશારૂપ હોય અને એથી જ એ પ્રકાશના વિષયમાં એ અજ્ઞાની ની અજ્ઞાનરૂપ નિદ્રા દશા” હોય ત્યારે તેવી સ્થિતિમાં જ જીની પરિપૂર્ણ જાગૃતિ હેય તે “અનિદ્રિત દશા છેઃ તથા મૂઢ અજ્ઞાની જીની વિષયકષાયજનિત સામગ્રીમાં સુખની ક૯૫નારૂપ જે જાગૃતિ હોય તે જ સ્થિતિમાં જેઓનું પરમ ઔદાસીન્ય હેય બલકે જેઓની ઘણું કે સર્વથા નિરપેક્ષતા હોય, તે “જાગૃતિ દશા” છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org