Book Title: Yog Mimansa
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 26
________________ ૨૩૪] શ્રી છે. અ. જૈન ગ્રન્થમાલા કારના અસ્તિત્વકાળમાં કઈ પણ પ્રકારનું ધ્યાન હોતું નથી અને માત્ર સામયિક બંધ હોય છે તથા જગત્ પ્રતિ સર્વથા ઉદાસીન વલણ હોય છે. આવી ઉત્કટ દશા “લાવંચક જીવને પ્રાપ્ત થાય છે. જ્યારે શુભ ઉપગપૂર્વક શુભ કિયાઓનું દત્તચિત્તે આરાધના થાય છે, ત્યારે એ ક્રિયાઓને ફળને અવંચિત કરવાની અર્થાત્ સફળ કરવાની ચગ્ય દશા પ્રાપ્ત થાય છે; જેના વેગે આત્મરમણતા રૂપ શુદ્ધ ક્રિયામાં સમતા યા તે અભેદ ઉપાસનારૂપ નિર્વિકલ્પ દશામય શુદ્ધ ઉપયોગ દ્વારા રમણતારૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ફલાવંચક જીવને જાગર દશામાંથી પણ, કે જે સમ્યગ્રષ્ટિ સંયમી આદિને હોય, તેથી આગળ વધી માત્ર આત્માનુભવરૂપ “ઉજાગરદશા પણ પ્રાપ્ત થઈ જાય છે. જે અનુભવદશા માત્ર સ્વસંવેદ્ય છે પણ શબ્દદ્વારા વાચ્ય નથી, મનદ્વારા ગમ્ય નથી અને ચક્ષુદ્વારા દશ્ય નથી; આમ છતાં નિષેધ્ય પણ નથી જકારણ કે તે તે જીવને અનુભવસિદ્ધ છે. એવું પણ સંભવિત છે કેજેનું આંશિક પણ આલેખન થઈ શકે નહિ, બલકે જે કલ્પનાથી પણ અલ હોય તે પણ તને અનુભવથી ગમ્ય થઈ શકે છે. એથી જ અનુભવસિદ્ધ તત્ત્વને અપલાપ કરી શકાય નહિ. કિયા અવંચક બન્યા વિના ફલાવંચક બની શકાતું નથી. ક્રિયા-અવંચકતા એટલે કે-શાસ્ત્રાનુસારી સદ્દગુર્વાદિ દ્વારા શાસ્ત્રને અનુસરી દશિત તને સ્વીકાર કરે અને સૂચિત અનુષ્ઠાનેનું યથાકાલ અને યથાશક્તિ સેવન કરવું તે છે. એ કિયા–અવંચતામાં ગુણસ્થાનક ભેદે આરાધનાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27