________________
પારમાર્થિક લેખસંગ્રહ
[૨૩૧ ત્મક શુદ્ધ આશય દ્વારા થાય છે અને તેથી એને અનુબંધ ચાલુ જ રહે છે, તેથી શુદ્ધિને પણ પ્રકર્ષ થાય છે. પરંતુ બની સાનુબંધતા ન હોય તે નિષ્ફળ જાય છે, માટે આશયપંચક શુદ્ધ ભાવરૂપ છે. આ આશયપંચકપૂર્વક સ્થાનાદિ પંચકનું યથાવિધિ શુદ્ધ પાલન તે ધર્મ કહેવાય છે અને એને જ ચોગ પણ કહેવાય છે. એ આશય પંચક વિના સ્થાન, કે જે મુદ્રાત્રિકરૂપ અને ઉર્ધ્વસન યા તે પદ્માસનાદિક રૂપ છેઃ વર્ણ, કે જે અસ્મલિતાદિ પદે પેત અને ક્રિશારિ’ પદયુક્ત સૂત્રના શુદ્ધ ઉચ્ચારણરૂપ છેઃ અર્થ કે જે વાક્યર્થ-મહાવાક્યર્થ અને ઔદંપર્થ તત્વચિત્ત, તમન, તલ્લેશ્ય અને તદધ્યવસાયરૂપ ઉપગાત્મક છેઃ આલંબન, કે જે ચાર નિક્ષેપારૂપ શ્રી જિનેશ્વરદેવ અને જ્ઞાનાદિ વિષયરૂપ છે અથવા જ્ઞાનાચારાદિરૂપ વિષયત્મક છે અને અનાલંબન, કે જે પિંડ, પદસ્થ કે રૂપસ્થસ્વરૂપ આલંબનાત્મક નહિ હોઈ રૂપાતીત સ્વરૂપ નિરંજનનિરાકાર પરમાત્માના ધ્યાનરૂપ છે, એ આદિ નિરર્થક છે. આ પાંચેયની સાર્થકતા પ્રણિધાનાદિ ભાવપંચક પર નિર્ભર છે.
આ આશયપંચક ઉત્તરોત્તર ધર્મશુદ્ધિ અને સિદ્ધિના કારણભૂત છે. કેત્તર ધર્મની એટલે સમ્યગદર્શનની પ્રાપ્તિ અનંતરકાળમાં આ આશયપંચકને લાભ કમશઃ થાય છે.
કેત્તર ધર્મપાપઉદ્વેગ, પાપજુગુપ્સા અને ચિત્તથી પાપઅકરણદ્વારા પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી અકરણનિયમ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી લો કેત્તર ધર્મની સન્મુખતા થતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org