Book Title: Yog Mimansa
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 18
________________ ૨૨૬] શ્રી જી. એ. જન ગ્રન્થમાલા અપવર્તનશીલ છે, તે એ પણ રત્નત્રયીનું કારણ બની તે જીના શુભાનુકાનને ભાવાઝાના કારણરૂપ કેમ ન બનાવે? આ પ્રશ્નનું સમાધાન એ છે કે-અપુનબંધકાદિને ભાવાજ્ઞાની પ્રાપ્તિમાં અપકાળનું અંતર છે તેથી તેમનું અનુષ્ઠાન કારણરૂપ માની શકાય છે, જ્યારે સકૃબંધકાદિને ભાવાજ્ઞાની પ્રાપ્તિમાં અધિક અંતર છે તેથી તેમના અનુષ્ઠાનને ભાવાજ્ઞાના કારણરૂપ માની શકાય નહિ, પરંતુ અપ્રધાન જ માનવું જોઈએ. ગાઢ મિથ્યાત્વના ઉદયમાં આગમવચન પ્રત્યે રૂચિ થતી નથી અને એથી જ આગમવચન સમ્યગ રીતિએ પરિણમતું નથી. એ કારણથી અનુષ્ઠાનનું સેવન અવિધિથી થાય છે. વિષયતૃષ્ણાનું પ્રાબલ્ય હોય છે, કષાયનું પણ આધિય હોય છે, તાવિક ધર્મ પ્રત્યે અરૂચિ હોય છે અને સત્સમાગમ હોતું નથી; એથી જ વિપરીત બુદ્ધિ નષ્ટ થતી નથી અને આદરાનું અનુષ્ઠાન લાભના સ્થાને જ હાનિકર બની જાય છે. એ જીવોની પરલોક સામે દૃષ્ટિ હોતી નથી, કિન્તુ માત્ર આ લેકના જ વિષયસુખ પ્રત્યે દષ્ટિ કેન્દ્રિત થયેલી હોય છે અને એથી જ એવા જીવોને સુખમાં જ સુખની ભ્રમણું થએલી હોય છે. અતઃ વાસ્તવિક આંતરિક સુખના શોધનાથે તેઓને ઈચ્છા પણ પ્રગટતી નથી. એટલે આવા–અચરમાવર્તી જીનું અનુષ્ઠાન હરગીજ ભાવાનુષ્ઠાનના કારણરૂપ બની શકે નહિ ? માટે જ એ અનુષ્ઠાન તુરછ હોઈ અનાદરણીય ગણાય. જ્યારે અપુનબંધકાદિના (આદિ શબ્દ માભિમુખ, માર્ગ પતિત ગ્રહણ કરવા જે અપુન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27