________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ રર૩ આવરણભૂત છે-અવરોધક છે. એના સર્વથા વિલય વિના અતીન્દ્રિય તને સાક્ષાત્કાર શક્ય નથી, એ સાક્ષાત્કાર વિના એનું પ્રકાશન પ્રામાણિક સંભવિત નથી, એ સાક્ષાત્કાર વિના પારલૌકિક અનુષ્ઠાનેનું પ્રદર્શન સંભવિત નથી, અને એના નિરૂપણ વિના તદર્થ જીવને એ અનુષ્ઠાનના જ્ઞાનરૂચિ અને ઉપાસનાદિ શક્ય નથી. એ નિરૂપણમાં અસત્યની સંભાવના રાગદ્વેષાદિ દેના અસ્તિત્વમાં હોઈ શકે. સર્વજ્ઞના નિરૂપણમાં એ દેનું આંશિક પણ સંભાવના ઘટી શકે નહિ, કારણ કે-તે દેના આમૂલચૂલ પ્રર્વસમાં જ સર્વજ્ઞતાનો પ્રાદુર્ભાવ થાય છે. એથી જ માત્ર મહામહના પ્રાબલ્ય વિના સર્વરના વચનમાં અનાશ્વાસ થાય જ નહિ. શાસ્ત્રની વિધિપૂર્વક આરાધનાથી એટલે કે શાસ્ત્રદશિત માર્ગપૂર્વક જ તે તે મનુષ્ઠાનેનું સેવન કરવાથી વાસ્તવિક આરાધના થાય છે, એના દ્વારા ભગવંત પ્રત્યે આદરભાવ અને બહુમાન પ્રગટ થાય છે, એથી જ ભાવાજ્ઞાના આરાધનની એગ્યતા પ્રાપ્ત થતી જાય છે અને એટલે જ ક્રમિક વિકાસ થતું જાય છે.
પરંતુ શાસ્ત્રપ્રદશિત અનુષ્ઠાનેનું સેવન કરવા છતાં, જે શાસ્ત્રની સાપેક્ષતા ન હોય, પ્રત્યુત નિરપેક્ષતા હેય અને યથેચ્છ અનુષ્ઠાનેનું ઉપાસન થતું હોય, તે એ અનુકાનનું સેવન અજ્ઞાનજનિત અને વાસ્તવિક દષ્ટિએ શાસ્ત્રના દ્વેષપૂર્વકનું હેઈ મિથ્યાત્વજનન કરી સંસારવર્ધક બની જાય છે.
અપુનકાદિ છવની દૃષ્ટિ પરલોકપ્રધાન હેઈ પરલોકહિત સાધક અનુષ્ઠાનેનું માત્ર શાસ્ત્ર પ્રદર્શક હોઈ શાસ્ત્ર પ્રત્યે જ તે જીવ આદર-બહુમાનવંત તથા ભક્તિવંત હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
NE