________________
|
વિનr: //
प्रतिओनो परिचय संपादकीय निवेदन
___ अने
સંપા. મુનિશ્રી યશોવિજયજી સત્તરમી સદીના પૂર્વાર્ધ પછી જન્મેલા, જૈન શાસનના પરમપ્રભાવક, સમર્થ તત્વચિન્તક, અસાધારણ કેટના તાર્કિક વિદ્વાન, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ યશોવિજયજી મહારાજશ્રીની સ્વલિખિત હસ્તપ્રતે જેમ જેમ ઉપલબ્ધ થતી ગઈ અને જેમ જેમ એ મહાપ્રભાવક વિદ્વાન્ મહર્ષિનાં પવિત્ર હસ્તાક્ષરોનાં દર્શન થતાં ગયાં, તેમ તેમ એક વિચાર ઉદભળ્યું કે એ બહુમૂલ્ય હસ્તાક્ષરોનાં દર્શન સુલભ બનાવી શકાય તો કેવું સારું ! આ વિચારણામાંથી આ હસ્તાક્ષરોની પ્રતિકૃતિઓના સંપુટ પ્રગટ કરવાની ચીજનાને જન્મ થશે અને ઉપાધ્યાયના હાથે લખાએલી છે ડીક પ્રતિઓની પ્રતિકૃતિઓના સંપુટરૂપે એ યેજના આજે બહાર પડે છે, એ ખરેખર આનંદ અને ગૌરવના પ્રસંગ છે. એમાં યે ઉપાધ્યાયજીના પ્રત્યે સવિશેષ ગુણાનુરાગ ધરાવનાર મહાનુભાવોને તો સવિશેષ આનંદ થશે, એમાં કેઇ શક નથી. ખરેખર ! આવા મહર્ષિના પવિત્ર હસ્તાક્ષનું દર્શન-વંદન થવું, એ જીવનને એક અદભુત અને અણમોલ ૯હાવે છે.
અમારા આ એક ન્હાનકડા છતાં અનોખા પ્રકારના પ્રયાસથી જૈન સાહિત્યસંપત્તિમાં એક બહુમૂલ્ય પ્રકારને ઉમેરે થશે.
આ સંપુટમાં નિત પ્રકારની (ફોટો સ્ટેટ ) પ્રતિકૃતિઓ-છબીઓ આપવામાં આવી છે. ૧ ઉપાધ્યાયશ્રીજીએ રચેલા ગ્રંથની ખુદ પિતે જ લખેલી કૃતિઓ તથા ખુદ પિતે જ રચેલી, લહિયાએ અપૂર્ણ મૂકેલી અને અંતે પતે પૂરી કરેલી કૃતિઓ.
| [ આ કૃતિઓ ચિત્ર નં. ૧ થી લઈને ચિત્ર નં. ૧૭ સુધીની છે. એમાં ૧૦, ૧૧ નંબર ન લેવા. ] ૨ અન્ય જૈન ગ્રંથકારે બનાવેલી, પણ સ્વહસ્તે લખેલી કૃતિઓ.
[ આ કૃતિ ચિત્ર નં. ૧૮-૧૯ છે.] ૩ અન્ય રચેલી, અન્ય વ્યક્તિએ લખેલી, પરંતુ સ્વહસ્તથી પરિભાજિત, પરિવર્ધિત કે સંધિત કરેલી ( નામી-અનામી ) કૃતિઓ.
[ આવી કૃતિઓ ચિત્ર નં. ૨૦-૨૧, માં છે.] ૪ મહોપાધ્યાયજીએ રચેલી પણ અન્ય લેખકે લખેલી, પણ એ પ્રતિના અંતમાં સ્વહસ્તાક્ષરીય કાદિકથી વિભૂષિત કરેલી.
[ આ માટે ચિત્ર નં. ૨૨ માં - પાનું જુએ. ] પ અન્ય કર્તાની, અન્ય લેખક કે લહિયાની પણ ઉપાધ્યાયજીની માલીકીનું સૂચન કરતી.
[ જુઓ ચિત્ર નં. ૨૨ ] ૬ ઉપાધ્યાયજીનાં જીવન-કવન સાથે કંઈક એતિહાસિક સબંધ ધરાવતી.
[ જુઓ ચિ. નં. ૧૨ મા, ૨૨ ૬, ર૩] ૭ મહોપાધ્યાયજીના ગુરુદેવ શ્રી નવિજ્યજી મહારાજે સ્વહસ્તે લખેલી કૃતિઓ.
[ જુએ ચિ. નં. ૨૪ . અને આ j ૮ અજૈન ગ્રંથ ઉપર ઉપાધ્યાયજીએ રચેલી, અને બીજાએ લખેલી ટીકાવાળી કૃતિઓ
[ જુઓ ચિત્ર નં. ૨૫ ] ૯ અન્ય જૈન વિદ્વાને રચેલા ગ્રન્થ ઉપર ઉપાધ્યાયજીએ રચેલી અને ઉપાધ્યાયજીએ જ સ્વયં લખેલી એવી કૃતિઓ.
| [ જૂઓ ચિત્ર નં. ૧૦, ૧૧ X ]