Book Title: Yashovijayji Swahast Likhit Kruti Sangraha
Author(s): Yashovijay
Publisher: Yashobharti Jain Prakashan Samiti

View full book text
Previous | Next

Page 17
________________ raidigiste આપણે તે આનો બીજો કોઈ જવાબ ન આપી શકીએ ! જવાબ એક જ હોઈ શકે કે મુખ્યત્વે તેઓશ્રીના અસાધારણ કોટિના પ્રવસમાય જ આમાં કારણ હતા એમાં પણ જ્યારે પૃ. શ્રી મલ્લવાદિષ્ટના નથ= ગ્રન્થ ઉપરથી નકલ કરવાને તેઓશ્રીના અદમ્ય ઉત્સાહ અને અવિરત પ્રયત્ન જોઈએ છીએ, ત્યારે તે તેઓશ્રીની સર્વોત્તમ કોટિની શ્રુતભક્તિ આગળ સહસા મસ્તક કી પડે છે અને વૈખરી ‘ધન્ય ધન્ય’ બેલી ઉઠે છે. નયચગ્રન્થ એટલે દાર્શનિકવાદોને સાગર. ભારતીય દાનિક વાઙમય અને જૈન સાહિત્ય-સંસ્કૃતિના મુગટમણ જેવા, ૧૮ હજાર શ્વેાકમાન જેવડા, આ મહાકાય શાસ્ત્રગ્રન્થની નકલ, સાત જૈન મુનિઓએ એક સાથે બેસીને વાળન વૃતિો પ્રથ: ' આ પંક્તિના સ્વકૃત ઉલ્લેખથી પંદર દિવસમાં જ પૂરી કરી. અને એ આદશ'ની સંપૂર્ણ નકલ ૩૦૯ પાનામાં પૂર્ણ થવા પામી. એમાં ઉપાધ્યાયજી ભગવતના ફાળે ૭૩, પાનાં લખવાનાં આવ્યાં, જેનું શ્વેાકમાન ૪૬૦૦ થી ૪૮૦૦ નું થાય છે. પંદર દિવસો વચ્ચે તેની ફાળવણી જો કરીએ તા. લખવાની સરેરાસ રાજના ત્રણસો શ્લોકની આવે. નિત્યક્રિયાઓને જાળવીને રોજના ૩૦૦ શ્લોકા લખી શકે ત્યારે સિદ્ધહસ્ત અને ઝડપી લહિયાની જેમ તેઓશ્રીને લખવાને પણ હાવરા કેવે હશે ? તેનો ખ્યાલ આવી શકશે ! અરે! વિશેષ વાત તેા વળી એ છે કે સ્વકૃતગ્રન્થો તા લખે, પણ અન્યકૃત જૈન-અજૈન ગ્રન્થાની પણ તેએ શ્રીના જ હસ્તાક્ષરની કૃતિ મળે ત્યારે કોણ સાશ્ચમના ન બને ! ખરેખર! ઉપાધ્યાયજી ભગવત પ્રખર અભ્યાસક, અદભુત સર્જક અને કુશળ લેખક પણ હતા. આમ ત્રણેય શક્તિના ત્રિવેણી સંગમ પ્રાપ્ત કરવાનુ વિલક્ષણ સૌભાગ્ય કાઈ વિરલ વ્યક્તિને જ લલાટે લખાએલુ હોય છે. કેાઈને સહજ રીતે એવા પ્રશ્ન થાય કે અહી’આ આપેલી પ્રતિકૃતિએ સ્વહસ્તાક્ષરની જ છે એને પુરાવા શું? તે પુરાવાનાં અનેક પ્રામાણિક કારણેા રજૂ કરી શકાય એમ છે. સફૂટગત કૃતિઓ કે તેની મૂલ પ્રશસ્તિઓથી પણ ઘણા ખરા ખ્યાલ આવી શકે તેવુ છે. પણ એની ચર્ચા કરવાનું આ સ્થાન નથી, એટલે તેને જતુ કરીએ. બાકી પુણ્યાત્મા મુનિવર શ્રી પુણ્યવિજયજી મહારાજે તથા મેં તેની પાકી અજમાયશ કરેલી છે. એટલે શકાને કાઈ સ્થાન જ નથી. કેટલીક કૃતિઓ કાચા ખરડા રૂપે હે।વાથી તે ઉપરથી પણ સ્પષ્ટ ખ્યાલ મલી શકે છે. પણ સાથે સાથે એક સ્પષ્ટતા કરી લઉં કે, આ સ’પૂટમાં કાઈ કાઈ કૃતિઓ કે પુક્તિઓના હસ્તાક્ષરો એવા પણ છે કે જે પૂર્વાપર પુરા મળતા આવતા નથી. કેટલાક ન્યુનાધિક પણે મળતા આવે તેવા છે, તે તેનુ કારણ શુ? તેનુ વાસ્તવિક કારણ તે શેાધવું બાકી છે. પણ એના સ્થૂલ જવાબ એ હોઈ શકે કે, ઉમરના ભેદ્દે, કાં લેખનકલાના અભ્યાસની પ્રગતિનાં પરિણામે અક્ષરાનાં માપ, વળાંક કે મરેઠમાં ભેદો સર્જાતા હોય છે, અને હસ્તાક્ષર નિષ્ણાતેાથી તે એ વાત જાણીતી છે કે એક જ વ્યક્તિના હાથે લખાએલા અક્ષરોમાં એવી વિવિધતા હાય છે કે એને પારખવાનું કાય દુધટ બની જાય છે. અગાઉ જણાવ્યુ' તેમ, ઉપાધ્યાયજી અતિવ્યવસાયી પુરુષ છતાં સમગ્ર લખાણની દૃષ્ટિએ જોઈએ તો, નિઃસ કોચપણે આપણે તેમને સિદ્ધહસ્ત (લડિયા) તરીકે બિરદાવી શકીએ, કારણ કે લગભગ મેોટા ભાગની પ્રતિઓનાં લખાણના પ્રવાહ ગંગાના અવિરત ધસમસતા ધીર, ગંભીર પ્રવાહની જેમ એકધારા વહેતા દેખાય છે. અને એથી આપણી નજરને પણ તે જકડી રાખતા હોય છે. અલબત્ત સૌન્દર્યની દૃષ્ટિએ મૂલ્યાંકન કરીએ તે પ્રસ્તુત લેખનને સર્વોત્તમ કોટીનુ' ન કહી શકીએ, પણ મધ્યમ કેાટીનું તે જરૂર કહી શકીએ. તેઓશ્રીના હાથની લઢણ અને શૈલી જોતાં જરુર કહી શકાય કે તેઓશ્રીને સર્જન અલ્પ કરવાનું હોત, તે તે ચીપી ચીપી લખીને, કલમને મઠારી મઠારી, સુંદર અને નમૂનેદાર અક્ષરા લખી શક્ત, પણ આવા અનેાખા, મહાસર્જક સતા સૌન્દર્યની સાથે સગપણ કયાં બાંધવા બેસે ! તે તેમને પાલવે કયાંથી? વળી આ સર્જન પાછું કેવું ? એકાદ અક્ષર કે શબ્દ ન્યૂનાધિક લખાઈ જાય, કાના માત્ર રહી જાય કે તેના તફાવત પડી જાય, તે અસંગતિમાં ભારે મથામણા ઊભી થઈ જાય એવું. વળી સંખ્યા બન્ધ ગ્રન્થાનાં ઉદ્ધરણા ટાંકવાના, સ્વપર ગ્રન્થાનું અવલે કન ચિંતન-મનન ઇત્યાદિ કાર્ય પાછુ કરવાનું. એટલે આવા વ્યવસાયી પુરુષો હમેશાં કા વેગીજ હોય. આવાં કારણે તેઓશ્રી પાસેથી સર્વોત્તમ કોટિના લેખની આશા રાખવી એ મને લાગે છે કે વધુ પડતી છે. આમ છતાં કહેવું જોઈએ કે, હસ્ત અને મનનાં સ્વાભાવિક સ્થય અને ધ્યેયને જરા પણ ગુમાવ્યા વિના અચૂકપણે લખ્યું છે. એવુ તેઆશ્રીની પ્રતાના આભિમુખ્ય સદર્શનથી ચાક્કસ સમાયુ છે. આજ કારણે સ્યાદવાદરહસ્યલઘુવૃત્તિ આદિ વૃત્તિઓ પ્રથમાદરૂપે કાચી જ લખેલી મળી. અને તેમાં કરેલા સુધારા વધારાથી તે એટલી બધી [૭

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77