________________
જીવનમાં ત્રણ સ્તર
ત્રણ જીવન છે. શરીરનું જીવન. મનનું જીવન. આત્માનું જીવન. શરીર શ્વાસ લે, શ્વાસ મૂકે. શરીરમાં હૃદય ધબકે, રક્તનું પરિભ્રમણ થાય. હોઠ અને જીભ દ્વારા શરીર બોલે છે અને ખાય છે. શરીર આંખો દ્વારા જોઈ શકે છે. શરીર કાન દ્વારા સાંભળી શકે છે. શરીરમાં રોગ થાય છે અને મટે છે. શરીર થાકે છે અને ફ્રેશ થાય છે. શરીર જુવાન થાય છે અને વૃદ્ધ થાય છે. શરીરનું જીવન છે.
મન વિચારે છે. મન કલ્પના કરે છે. મનમાં આનંદ અને શોક જાગે છે. મનમાં ડર અને સંતોષ વસે છે. મનમાં ચિંતા અને હિંમત હોય છે.મન પાસે નિર્ણય અને ઉતાવળ છે. મન પાસે આયોજન અને રૂપરેખા છે. મન સમજે છે. મન સ્વીકારે છે. મન અસ્વીકાર જાહેર કરે છે. મન મૂંઝાય છે અને રાહત મેળવે છે. મનની દુનિયા અગોચર છે. મનનું જીવન છે.
આત્માનું જીવન, ઈંતે હચમને શરીર. શાશ્વત અને અવિનાશી, ગયા જન્મમાં આત્મા હતો. આ જન્મમાં એ જ આત્મા છે. આવતા જન્મમાં આત્મા આ જ હશે. આત્મા શરીર અને મનનું અધિષ્ઠાન છે. આત્મા ભીતરનો ભેરુ છે. આત્મા પરમાત્માનું પ્રાકટ્ય કરી શકે તેવો સક્ષમ છે. આત્મા ચોર્યાશીનાં ચક્કરમાં રઝળપાટ કરે છે. આત્મા અલખ અને નિરંજન છે. આત્મા અવધૂત છે. આત્મા આંતરચેતના છે. આત્માને જોઈ શકાતો નથી, અનુભવી શકાય છે. આત્માને મળી શકાતું નથી, એને સમજી શકાય છે.
શરીરનું જીવન આત્મા ચલાવે છે. શરીર દ્વારા થતી દરેક ક્રિયા આત્મા દ્વારા થાય છે. ઊભા થવું હોય કે બેસવું હોય આત્માની સહાય શરીરને મળે છે. સાંભળવું હોય કે બોલવું હોય આત્મા વિના શરીર નહીં ચાલે. ઊંઘવું હોય કે જાગવું હોય, શરીરમાં વસેલા આત્માનો સાથ લેવો જ પડે છે, લખવું હોય તો આત્માનો સાથ જોઈએ છે, લખેલું વાંચવું હોય તો આત્માની સહાય જોઈએ છે.
જીવવું હોય તો આત્માની જરૂર. મરવું હોય તો પણ આત્માની જરૂર. હા, મડદાં નથી મરતાં. જીવતા માણસો જ મરે છે. શરીરનું જીવન આત્મા ચલાવે છે. આત્મા હટી જાય છે અને શરીરનું જીવન પૂરું થઈ જાય છે.
હર એક સિકંદરકા અંજામ યહીં દેખા
મિટ્ટીમેં મીલી મિટ્ટી પાની મેં મીલા પાની મનને આત્મા જ ચાલતું રાખે છે. મનની યાદશક્તિ એ આત્મારામની કૃપા છે. મનની સમજશક્તિ આત્માનું જ અવતરણ છે. મનની આશા અને નિરાશા, આત્માની ચેતના છે. મનના સંતોષ અને અસંતોષ, આત્માના સથવારે વહે છે. મન પર આત્માની શક્તિનું વર્ચસ્વ છે. સંસારને આત્માનો ટેકો છે.
આત્મા શરીર અને મનને કામ લાગે છે. શરીરની એષણા અને મનની માગણીને પંપાળતી વખતે આત્માનો વિચાર થવો જોઈએ. આત્મા શરીરને સાચવે છે. આત્મા મનને સાચવે છે. શરીર આત્માને નથી સાચવતું. મન પણ આત્માને નથી સાચવવું. શરીર માટે આત્માની ઉપેક્ષા થતી જ રહે છે. શરીર પરલોકમાં સાથે નહોતું છતાં તેના ભાવ બોલાય છે. આત્મા પરલોકમાં સાથે હતો છતાં તેની ઉપેક્ષા થાય છે. મન મૃત્યુ પછી બૂઝાઈ જવાનું છે. આત્માની જયોત ઝળહળતી રહેશે છતાં મનની માંગ પૂરી થાય છે અને આત્માની માંગનો વિચાર સુદ્ધાં થતો નથી.
આત્માનું જીવન કિંમતી છે. આત્માનું જીવન આપણાં અસ્તિત્વનું મૂળભૂત ઘટક છે. શરીરની કાળજી જેમ લેવાય છે તેમ આત્માની કાળજી લેવી જોઈએ. મનની ભાવના સચવાય છે તેમ આત્માની ચેતનાને સાચવવી જોઈએ. શરીર માટે આત્માની ઉપેક્ષા ન થવી જોઈએ. મનની પાછળ જ નિર્ણય દોડવા જોઈએ નહીં. આત્મા આપણી ઓળખ છે. શરીર અને મને મહોરું છે. આત્મા આપણું કુટુંબ છે. શરીર અને મન કેવળ પાડોશી છે. આત્મા જ સૌથી અગત્યનો છે. આત્મા જ સર્વસ્વ છે. ચિંતા આત્માની કરવી ઘટે, વિચાર આત્માનો જ થવો જોઈએ.
-
૨૨ -
ર