Book Title: Vaheli Sawarno Shankhanad
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 24
________________ ગુરુ ચરણે અજ્ઞાન અને અલ્પતામાં બંધાયેલા આતમરામને ગુરુ સર્બોધ આપે છે. માબાપ અવતાર આપે છે. ગુરુ સદ્વિચાર આપે છે. ગુરુ શ્રદ્ધા જગાડે છે. ગુરુ, શ્રદ્ધાને જીવંત રાખે છે. ગુરુ આપે છે. ગુરુ વરસે છે. ગુરુ ન મળ્યા ત્યાર સુધી અધૂરા હોઈએ છીએ. ગુરુ મળે છે તે પૂર્ણતાની પા પા પગલી કહેવાય. ગુરુના ખોળે જીવનનું અર્પણ કરીએ તો પણ ઓછું છે. ગુરુએ સંસ્કાર અને સમજણ આપી છે. ગુરુ વિના જગતમાં ભૂલા પડી જવાય છે. મા-બાપ કે ભાઈબહેન લાગણીવશ ભૂલ કરે છે. ગુરુ લાગણીવશ નથી, કણાવશ છે. માટે ગુરુ દ્વારા ભૂલ થાય જ નહીં. ગુરુ પાસે અફાટ જ્ઞાન છે. ગુરુ પાસે અગાધ આસ્થા છે. ગુરુનું જીવન આદર્શભૂત છે. ગુરુ સાથે વાત કરી શકે તે ધન્ય. ગુરુનો જવાબ મેળવે તે કૃતાર્થ. ગુરુની આજ્ઞા શિરે ચડાવે તે મહાભાગ. ગુરુની શોધ કરવી જોઈએ. સમજ્યા વિના ગુરુને મેળવી શકાતા નથી. ગમે તે અજાણ આદમીને ગુરુ તરીકે સ્વીકારી શકાય નહીં. ગુરુમાં ગુણો દેખાવા જોઈએ. ગુરુનો સર્વશ્રેષ્ઠ સગુણ હોય નિઃસ્પૃહતા. ગુરુ વિના આપણને ન ચાલે. ગુરુને આપણા વિના ચાલી શકે. ગુરુ એકલા જીવવા તૈયાર છે. ગુરુ પોતે જ પોતાની જવાબદારી સંભાળી લે છે. ગુરુ આપણી પર આધારિત બની જતા નથી. ગુરુ અંતરની અળગા રહીને જીવે છે. ગુરુથી કશું છુપું રાખ્યું હોય તો ગુરુ નારાજ નથી થતા કેમકે ગુરુ આપણામાં રસ જ લેતા નથી. ગુરુ વ્યક્તિગત સંબંધની વ્યાખ્યામાં બંધાતા નથી. ગુરુ તો જન્મોજન્મના સંબંધની મિલકત છે. ગુરુ સામે આપણે બાળક જેવા છીએ. ગુરુ વડીલ કે વાલી નથી. ગુરુ માર્ગદર્શક છે, કેવળ. ગુરુ આપણને નથી જોતા. ગુરુ આપણાં ભવિષ્યને તાકે છે. ગુરુ આપણી સાથે વાત નથી કરતા. ગુરુ આપણા ભૂતકાળ સાથે વાત કરે છે. ગુરુ વર્તમાન ક્ષણે તમારા નામ નથી પૂછતા, તમારા અવાજને નથી સાંભળતા, ગુરુ તમારા અસ્તિત્વને તપાસે છે. ગુરુને તમારી પાસે કોઈ સ્વાર્થ નથી. ગુરુની નજરમાં ચાલાકી નથી. ગુરુ તમારાં હૃદયમાં ડોકિયું કરે છે. ગુરુ અનુભવી છે. આતમાના અનહદ અનુભવી અને સંસારના અઢળક અનુભવી. ગુરુ તમારાથી પ્રભાવિત નથી થતા. ગુરુ તમારાથી ગભરાતા નથી. ગુરુ તમારી શરમ રાખતા નથી. ગુરુ તમારા મનને સ્પર્શે છે. ગુરુ તમારી ભાવનાને ઢંઢોળે છે. ગુરુ અનુભૂતિના આદમી છે. ગુરુને ભગવાનની ભાળ છે. ગુરુને પ્રેમ પદારથની પ્રતીતિ છે. ગુરુને આપવું અને વરસવું ગમે છે. ગુરુ તો ગાજયા વિના વરસે જ છે. ગુરુનો નિઃસ્પૃહભાવ જ ગુરુની જીત છે. ગુરુની નિઃસ્પૃહદશા ગુરુને ભગવાન જેવી પૂજયતા બક્ષે છે. આપણે સ્વાર્થી અને સગવડિયા માણસો છીએ. ગુરુની ઊંચાઈને ઓળખવાનું આપણું ગજું નથી. ગુરુની દુનિયામાં આપણને સ્થાન મળે છે તે ગુરુની કૃપા છે. ગુરુ પાસે બેસવા મળ્યું. ગુરુ સાથે વાર્તાલાપ થયો અને ગુરુએ પ્રેરણા આપી તે અહોભાગ્યની નિશાની. મીરાંબાઈના શબ્દો છે. વસ્તુ અમોલી દીની મોહે સદગુરુ કિરપા કર અપનાયો. ( ૪૧ ૪૨ -

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51