Book Title: Vaheli Sawarno Shankhanad
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 26
________________ ધર્મ ક્રવામાં શું ખૂટે છે ? ધર્મ ઈશ્વર દ્વારા મળેલી ભેટ છે, સદ્ભાગ્યનો સથવારો છે માટે મળે છે. ધર્મ કરો એટલે ઈશ્વરની કૃપા લેખે લાગે, સદ્ભાગ્યની સુવાસ પ્રસરે. સારા માણસો ધર્મ કરે છે. ધર્મ કરનારા પોતાને સારા માની લે છે. ધર્મ કરવામાં લાભ છે તે સો ટકાની વાત છે. ધર્મનું આચરણ ખુદ ભગવાને કર્યું છે. દરેક આરાધનામાં નવી તાજગી છે. આપણે ધર્મ કરીએ છીએ, ધર્મના પ્રસંગો માણીએ છીએ. ધર્મની તક વધાવતા રહીએ છીએ અને સમાંતરે કાંઈક ખૂટે છે તે ભૂલી જઈએ છીએ. ધર્મ કરવો છે અને ધર્મ કરીએ છીએ અને છતાં ધર્મમાં ખૂટે છે કશુંક. શોધવું પડશે. આપણે ધર્મ કરતી વખતે થોડી બેકાળજી રાખીએ છીએ. ધર્મ રોજિંદી ઘટના બની ગઈ છે. એક રૂટિન. આપણા ધર્મમાં કમજોરી આવી જાય છે. ધર્મનો વાંક નથી, ધર્મ પાસે આવનારનો વાંક છે. ધર્મ કરનારો જે ધર્મ કરવાનું નક્કી કરે છે તે ધર્મ કરીને રાજી થઈ જાય છે. નાનું બાળક સ્કૂલમાં પાસ થાય છે અને રાજી થાય છે તે રીતે. આપણો ધર્મ પૂરતો છે કે નહીં તેની વિચારણા થતી નથી. જીવનના મુકાબલે, જીવનમાં જે હજારો પાપો થયા છે તેના મુકાબલે આપણો ધર્મ સાવ થોડો છે. એમ સમજો કે દસ માળના બિલ્ડિંગને આગ લાગી છે. આપણે એને ઠારવા માટે ફક્ત એક જ બાલદી પાણી રેડીએ છીએ. આટલું પાણી આગ બૂઝવશે નહીં, તેવો વિચાર નથી આવતો. ખાલી સંતોષ માનીએ છીએ કે મારે પાણી નાખવાનું હતું તે મેં નાખ્યું. પરિણામની વિચારણા નથી. કરવા ખાતર કરવાનું થાય છે. વીતી ચૂકેલાં વરસોમાં એટલાં બધાં પાપો કરી લીધા છે કે હિસાબ થઈ શકવાનો નથી. એ પાપ એક દિવસ માથું ઊંચું કરશે. એ પાપ જવાબ માંગશે. એ પાપ પરચો બતાવશે. એક દિવસ તો બધા જ પાપો બંડ પોકારવાના છે. સરેરાશ રોજના ત્રીસેક પાપો થતાં રહે છે. સામે ધર્મનાં ત્રણ ચાર કામો થાય છે. મતલબ રોજ આપણો ધર્મ, આપણાં પાપ સામે • ૪૫ આશરે છવ્વીસ રનથી હાર્યા કરે છે. પાપની દરેક પ્રવૃત્તિ મનમાં પાપના સંસ્કાર પાડે છે. ધર્મની દરેક પ્રવૃત્તિ મનમાં ધર્મના સંસ્કાર પાડે છે. ધર્મ ઓછો છે માટે ધર્મ દ્વારા ઘડાતા સંસ્કારો ઓછા છે. પાપો ઘણાં છે માટે પાપો ઘડાતા સંસ્કારો ઘણા છે. સરખાવીએ. દુકાને છ કલાક બેસાય છે મંદિરમાં અડધો કલાક. ટી.વી. બે ત્રણ કલાક જોવાય છે. સત્સંગ એક કલાક પૈસા પાછળ ખાસ્સી મહેનત થાય છે. ભગવાન પાછળ થોડી. છાપાં નિયમિત વંચાય છે, સદૂગ્રંથો જવલ્લે. ઝઘડા હરહંમેશ થાય છે, ક્ષમાપના કોઈક વાર. જે જે પ્રવૃત્તિ કરીશું તે દરેકની અસર મન પર પડશે. જે પ્રવૃત્તિ વધારે રસથી કરીશું તેની અસર વધુ ઊંડી હશે. આ મુદ્દે સરખામણી કરવા જેવી છે. મીઠાઈ ખાવામાં મજા પડે છે, ઉપવાસમાં થાક લાગે છે. પથારીમાં ઊંઘતા રહેવામાં મજા આવે છે, ચાલીને તીર્થયાત્રા કરવામાં શ્રમ. ગામગપાટામાં રસ છે, પ્રભુકથા હોતી હૈ, ચલતી હૈ. ધર્મ પૂરતો નથી. ધર્મ જે થાય છે તેમાં પણ રસ પૂરતો નથી. કોઈના કહેવાથી ધર્મ કર્યો. કોઈનું જોઈને ધર્મ કર્યો. કરવા ખાતર કરી લીધો છે. ધર્મ કરવાનો જુસ્સો કે ઉત્સાહ ખૂટે છે. ધર્મની દરેક તકને તુરંત વધાવી લેવાની વૃત્તિ ખૂટે છે. ધર્મ કરવામાં માસ્ટરી આવી નથી. ધર્મ તો આત્માની જાગીર છે. ધર્મ એ પરમ પિતા પરમાત્માનો જાજરમાન વારસો છે. ધર્મ કરવામાં થાક ન હોય. ધર્મ કરવામાં કંટાળો ન હોય. ધર્મ કરવામાં ઉતાવળ ન હોય. ધર્મ કરવામાં તીવ્ર આકર્ષણ હોય. આપણું કામ એવું નથી. આપણે ધર્મ કરીએ છીએ પરંતુ આપણે કરેલો ધર્મ અપૂરતો રહે છે.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51