Book Title: Vaheli Sawarno Shankhanad
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 17
________________ બે પૈસાનું લાક્યું એક સરસ ભજન વાંચેલું, વરસો પહેલાં. એના શબ્દો દ્વારા મનમાં હિલ્લોળ સર્જાયેલો. આજે પણ તે અકબંધ છે. ભજનની વાત લાકડાં પર ચાલી હતી. આપણાં જીવનમાં સાચો મિત્ર મળે તે આપણું સભાગ્ય. જીવતા અને મરતાં સાથ આપે તે મિત્ર, જન્મ થયો ત્યારથી છેક મૃત્યુ સુધીમાં સૌથી વધુ કામ લાગ્યું છે લાકડું. જન્મ પૂરો થયો પછી પણ સૌથી વધુ કામ લાગ્યું છે લાકડું. જૂના જમાનાની વાત છે. આપણો જન્મ થાય છે, સૂવા માટે ઘોડિયું રાખ્યું હોય છે તે લાકડાનું હોય છે. રમવા માટેનો ઘુઘરો લાકડાનો. ચાલતા શીખવા માટે ત્રણ પૈડાની નાનકડી ઠેલણગાડી હતી, લાકડાની બનેલી. રમવા માટે વડવાઈઓ પર લટકતા, લાકડું. રમત રમતા તેમાં ગિલ્લીદંડા ફેવરીટ હતો, લાકડું. ગાય ચારવા જતા, લાઠી લાકડાની. ગાય કે ભેંસ તોફાને ચડે તો બે પગ વચ્ચે લાકડું લટકાવતા. બહારગામ જવું હોય તો ગાડું હતું લાકડાનું. ખેતર ખેડવાનું હળ હતું લાકડાનું. મોટા થયા, પૈસા કમાયા, તિજોરીમાં પૈસા મૂકતા. તિજોરીમાં વપરાતું, સીસાનું લાકડું. ઘર તો બનાવ્યું, બારીબારણા વિના સલામતી નહોતી, બારી અને બારણાં બન્યાં લાકડાનાં. ખેતરમાં માંચડા બનાવતા, લાકડું. ઘરમાં રસોઈ માટેનો ચૂલો હતો, લાકડું વપરાતું. પ્રસંગોની ઉજવણીમાં ગામ ભેગું થઈને નાચતું, રાસ માટેના દાંડિયા અને ઢોલ વપરાતા તેની બનાવટ લાકડાની જ રહેતી. ઘે૨ કપડાં મૂકવા માટેના પટારા હતા, લાકડાના, નદી પાર કરવા નાવ કે તરાપો વાપરતા, લાકડું. કડકડતી ઠંડીમાં તાપણું કરતા, લાકડું બાળીને. ભર ઉનાળે વડપીંપળના છાંયડે નીંદર લેતા, લીલું લાકડું, રાતે જંપીને ઊંઘી જવાનો ખાટલો, લાકડાનો જ તો હતો. લાકડું જિંદગીભર સાથે રહ્યું છે. ગામરખોપા માટે હાથમાં રખાતી કડિયાળી ડાંગ લાકડાની. બુઢાપામાં પગ ડગમગતા હતા ત્યારે હાથમાં પકડેલી લાઠી પણ લાકડાની. બે પૈસાનું લાકડું જીંદગીભર દોસ્તી નિભાવે છે. છાપરાનું ઘર અને તેનો મોભ લાકડાનો રહેતો. લાકડું આખા ઘરનો મોભી હતું, આખા જીવનનો મોભી હતું. આજે પ્લાસ્ટિકનો અને સ્ટીલનો સસ્તો જમાનો છે. લાકડાની ભેજભીની દોસ્તી આજની પેઢીનાં નસીબમાં નથી. જૂનો જમાનો લાકડાનો જોરે જીત્યો અને કેવળ જીવવાની વાત નથી. પતિ, ભાઈ, બહેન, માતા, પિતા, મિત્રો, પરિચિતો, આ સૌ સાથે રહે છે, જીવન ચાલે ત્યારે સુધી. મર્યા પછી સૌ આપણને વિદાય આપે છે. મર્યા બાદ આપણી સાથે લાકડું રહે છે. આપણી નનામી લાકડાની હોય છે અને એ લાકડું આપણી સાથે બળી જાય છે. સ્મશાનનું લાકડું પણ આપણી સાથે જ બળે છે. મર્યા પછી પણ આ લાકડું સાથ નિભાવે છે, જિંદગીનો સૌથી સાચો દોસ્ત આ લાકડું છે. ભજન મજાની વાત કરે છે, તમે જેને પોતાના માની રહ્યા છો તે દગો દઈ દે છે. તમે જેની નોંધ પણ લેતા નથી તે સતત તમારી સાથે રહે છે. બે પૈસાનું લાકડું આપણને સતત સાચવે છે. તે તો ઠીક, એ લાકડું આપણી પાસેથી કોઈ જ અપેક્ષા રાખતું નથી. એ લાકડું પોતાનો હકદાવો ક્યારેય નથી નોંધાવતું. આ ભજનના લખનારે વિજ્ઞાનના નિયમનો ઉલ્લેખ કર્યો નથી. વાતાવરણમાં રહેલાં કાર્બનડાયોક્સાઈડને ગળી જનારાં લીલાં પાંદડાને આ લાકડું ઉગાડે છે. ભગવાનના ખોળે મૂકાતા ફૂલોને નાજુક લાકડું ઉગાડે છે. સ્વાદની સહસ્ર વિધા ધરાવતાં ફળોને લાકડું ઉગાડે છે. આપણા હાઈવે પર લીલો કુંજાર છાંયડો આ લાકડું પાથરે છે. ભજનનું કેન્દ્ર લાકડું હોવા છતાં લાકડું નથી. ભજન એમ કહે છે : આ લાક જેવો સાથ અને સહકાર આપે છે તેવો સહકાર પરિવાર કે પરિચિતો પાસેથી મળતો નથી અને મળવાનો નથી. આટલી ચુસ્ત, પ્રામાણિક સેવા આપનારાં લાકડાં માટે મને જો મમતા નથી થતી તો લાકડાં કરતાં ઓછી સેવા કરનારા કુટુંબ અને પરિવાર પર મને મમતા ના થવી જોઈએ. પરિવાર કરતાં લાકડું વધુ ઉપકારી છે. લાકડું બે પૈસાનું લાગે છે. પરિવાર તો પોતાનો સ્વાર્થ ચૂકતો જ નથી. તેની કિંમત શું કરવાની ? ૨૮ -

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51