________________
એવું જ માંગુ મોત
પ્રભુ પાસે હકથી માંગી શકાય તેવી ભક્તિ મે કરી નથી. પ્રભુને પૂજા છે, પ્રભુનું માથું રાખ્યા છે, પ્રભુને આત્મસર્પણ કર્યું નથી. પ્રભુ માંગવાની છૂટ આપે તો જ માંગી શકાય. સમજો કે પ્રભુએ માંગવાની છૂટ આપી તો હું શું માંગી શકું ? કરસનદાસ માણેકના શબ્દો છે.
એવું જ માગું મોત, હરિ હું તો એવું જ માંગુ મોત. ભગવાનને કહેવું છે કે મારે મૃત્યુ નથી જોઈતું. મારે અમર થઈ જવું છે. પરંતુ મરણ આવવાનું જ છે તો મારે એવું મૃત્યુ જોઈએ છે જે અમર હોય. મૃત્યુ અમર હોય, મૃત્યુ મને અમર બનાવે તેવું હોય, મારી આ ઇચ્છા. મૃત્યુ સમયે શું ન જોઈએ ?
આ થયું હોત ને તે થયું હોત ને જો પેલું થયું હોત અંત સમે એવા ઓરડાની
હોય ન ગોતાગોત મારા મૃત્યુ સાથે જ જીવન સાથેની તમામ વિચારણાઓ પૂર્ણ થઈ ગઈ હશે. મૃત્યુ એટલે જીવનની ક્ષણોની બાદબાકી. સમય જ નથી તો મુલાકાત શાની ? મુલાકાત જ નથી તો ઓરતા શાના ? મારી અધૂરી ઇચ્છાને લીધે મારાં મનમાં અજંપો જાગવો જોઈએ નહીં. જે કર્યું તે પણ ભૂલી જવાનું. જે કરવાનું બાકી રહ્યું તે પણ ભૂલી જવાનું. શું બાકી રહ્યું છે તે યાદ કરવાની કમજોરી મૃત્યુ સમયે મને ના નડે તેવી કૃપા કરજો ભગવાન.
અંતિમ શ્વાસલગી આતમની અવિચલ ચલવું ગોત ઓતપ્રોત હોઉં આપમહી જ્યારે ઉડે પ્રાણકપોત
મારા શરીરમાંથી મારા આત્માને બહાર નીકળવું હશે. મારા આત્મા સાથે શરીર અને શરીર સાથે સંકળાયેલો વર્તમાન સંસાર રહેવાનો જ નથી. એ બધું ધુમાડાની જેમ વીખરાઈ જવાનું છે. મારી સાથે આવશે, મેં માગ્યું હશે તો તમારું સાંનિધ્ય. મારા શ્વાસ અટકે ત્યારે પ્રભુ, તમે મારાં હૈયામાં વસજો. મારો જીવ ગભરાય ત્યારે તમે કરુણા કરીને મારામાં કામ પૂરજો
બાળમંદિરથી દશમી સુધી એક જ સ્કૂલમાં ભણનારો વિદ્યાર્થી એસ. એસ. સી. પાસ થયા પછી સ્કૂલ છોડે છે. સ્કૂલમાંથી બહાર આવતી વખતે એ સ્કૂલ છોડવા બદલ દુ:ખી હોતો નથી. સ્કૂલ પાસેથી મેળવવાનું હતું એ મેળવી લીધું છે. સ્કૂલમાં જે બાકી રહ્યું તે હવે આગળ વધારવાનું છે. નવી જગ્યા. નવો મુકામ. નવું સ્થાન, નવી ગતિવિધિ. વરસો સુધી એક જ જિંદગીના સંગાથે જીવ્યા પછી જે દિવસે જિંદગીને છોડવાની હશે તે વખતે મારા મનમાં છોડવા માટેની વેદના ન હોય અને આવી રહેલા નવા મુકામની પૂર્ણ તૈયારી હોય.
એવું જ માંગુ મોત.
-
૧
3ર છે