Book Title: Uttaradhyayana Sutra Pravachano Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 6
________________ આમ આગ્રહ કરીને સાધર્મિકને જમાડીને મોકલતા. સાધુ પ્રત્યે, ભગવાનની આજ્ઞા પ્રત્યે રાગ જાગે તો આ બધું શક્ય બનશે. સાધુભગવંતો પોતાના શરીર પ્રત્યે પણ નિઃસ્પૃહ હોય છે. જે પોતાના શરીરની કે પોતાના ખાવાપીવાની પણ ચિંતા નથી કરતા તે તમારા ખાવાપીવાની ચિંતા ક્યાંથી કરે ? પહેલી ગાથાના આ પહેલાં જ પદથી શાસ્ત્રકાર પરમર્ષિએ ખૂબ જ માર્મિક વાત કરી છે. સાધુભગવંતો આ રીતે બાહ્ય-અત્યંતર સંયોગોથી મુકાયેલા હોવાથી જ પોતાની સાધના દ્વારા કર્મના વિયોગને સાધે છે. બુદ્ધિમાનોનું કર્તવ્ય છે કે બીજાની ચિંતા છોડી આત્માની ચિંતામાં લાગી જવું, આત્માની ચિંતા કરતી વખતે બીજાની ચિંતા કરવા ન બેસવું. જેઓ ધર્મસ્થાનમાં આવે છે તેઓ ધર્મના અર્થી છે - એમ સમજીને આચાર્યભગવંતો ધર્મદેશના આપતા હોય છે. આ જ આશયથી ધર્મદેશક આચાર્યભગવંત ધર્માર્થીજનોને સર્વવિરતિધર્મ સમજાવવાનું કામ કરતા હોય છે. આથી જ આપણે ગણધરભગવંત શ્રી સુધર્માસ્વામીજીએ શ્રી જંબુસ્વામીજીને ઉદ્દેશીને ઉત્તરાધ્યયન-સૂત્રમાં જે વાત કરી છે તે સમજવાનું - વિચારવાનું શરૂ કર્યું છે. શાસ્ત્રમાં શ્રાવકની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે કાયમ માટે સાધુની પાસે સાધુની સામાચા૨ી સાંભળે તેનું નામ શ્રાવક. આથી જ આપણે સાધુની સામાચારી વિચારવી છે. શ્રાવકને જે મળ્યું હોય તેમાં સંતોષ ન હોય, જે નથી મળ્યું તેના માટે તે તલપાપડ હોય છે. શ્રાવક વિષ્ણવૃત્તિથી ધર્મ કરનારો હોય. ઓછી મહેનતે લાભ વધારે થાય એ રીતે ધંધો વાણિયો કરે તેમ ઓછી મહેનતે ઘણી નિર્જરા થાય તે રીતે ધર્મ કરવો હોય તો તે ધર્મ સાધુપણાનો જ છે. તેથી આપણે સાધુધર્મ સમજવો છે. આ તો વરસોથી ધર્મ કરતો હોય અને અમને કહે કે પૂજાવિધિ સમજાવો. સ વિધિનું જ્ઞાન ન હોય તો આપવું પડે ને ? વિધિનું જ્ઞાન તો આપીએ પણ તમારે જાણ્યા પછી વિધિ મુજબ કરવું છે ખરું ? અત્યારે તમે જે વિધિ કરો છો તે શાસ્ત્રમાં દેખાતી નથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને શાસ્ત્રમાં જે જણાવી છે તે વિધિ અત્યારે દેખાતી નથી. તમારું જ નહિ, અમારું પણ પ્રતિક્રમણાદિ કે પડિલેહણાદિનું અનુષ્ઠાન વિધિ મુજબ નથી થતું. કોઇ સાધુસાધ્વી પ્રતિક્રમણ કે પડિલેહણ કર્યા વિના નહિ રહેતા હોય, પરંતુ લગભગ કોઇ સાધુસાધ્વી આ ક્રિયાઓ કાળ વગેરેની વિધિ સાચવીને કરતા નહિ હોય. ક્રિયાઓ બાકી નથી રહેતી પણ વિધિનું પાલન બાકી જ રહે છે. આ ક્રિયાઓ ફળદાયી ક્યાંથી બને ? સર્વકાળનું મહત્ત્વ વધારે ? પાંચ આચારમાં જ્ઞાનાચાર સૌથી પહેલો બતાવ્યો છે અને તેમાં પણ પહેલો આચાર કાળ બતાવ્યો છે. કાળે અધ્યયન કરવું – એ પહેલો જ્ઞાનાચાર છે. સાધુપણામાં પણ કાળે કાળે સામાચારી બતાવી છે. તમે પૂજા વગેરેનો કાળ નથી સાચવતા, અમે પડિલેહણાદિનો કાળ નથી સાચવતા - આપણે બંન્ને ઊંધા માર્ગે છીએ. સ૦ અપવાદમાર્ગે ન કહેવાઇએ ? અપવાદ પણ જે પહેલાં ઉત્સર્ગમાર્ગે ચાલતો હોય તેને અપાય. પહેલા જ દિવસથી અપવાદ ન અપાય. શાસ્ત્રમાં કહ્યું છે કે અકાળે કરેલી ખેતી જેમ નિષ્ફળ જાય છે તેમ અકાળે કરેલો ધર્મ પણ નિષ્ફળ જાય. સ એટલે અનુષ્ઠાન કર્યા વગર રહેવું, પણ અકાળે ન કરવું – એમ ને ? આવું તમે કહો – ત્યાં સુધી બરાબર. અમે આવું કહીએ તો અમારે માથે પસ્તાળ પડે કે ‘અનુષ્ઠાન કરવાની ના પાડે છે.’ આપણે તો એટલી જ વાત કરવી છે કે અકાળે ગમે તેટલાં બીજ વાવ્યાં હોય તોય તે ફળે નહિ. કાળે કણ વાવ્યો હોય તો મણ જેટલું ઊગી નીકળે. જો ફળ જોઇતું હોય તો અકાળે અનુષ્ઠાન ન કરવું - એટલું જ કહેવું છે. અનુષ્ઠાન કરવાની ના નથી, અકાળે કરવાની ના છે, કાળે કરવાનું કહ્યું છે. તમે કોઇ છોકરાને કહો કે - ‘ભણવું હોય તો સીધી રીતે ભણ નહિ તો ઉઠાડી મૂકીશ.' આનો અર્થ શું ? ભણવાની ના પાડી કે સીધી રીતે ભણવાનું કહ્યું ? વિધિનો પક્ષપાત એ જ શાસનનો અનુરાગ છે - એટલું યાદ રાખવું. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર પPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 222