Book Title: Updhan Tap Ek Aneri Yog Sadhna
Author(s): Kalyanbodhivijay
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 17
________________ ફર ફર ફફડતા રહેવાથી વાયુકાયની વિરાધના થાય. ગુરુ મ.સા.ની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરવુ. ટપાલ, કાગળ આવશ્યક કારણ સિવાય લખવા નહી, ફોન કરાવવો નહી. કોઇપણ ઇલેકટ્રોનિકસ આઇટમ વાપરી શકાય નહી. કપડા વિ. સુકવવા દોરી બાંધી હોય તો સૂર્યાસ્ત પૂર્વે છોડી નાખવી જોઇએ. શુક-ગળફો—શ્લેષ્મ વિ. નિર્જીવ માટીમાં નાંખી પગથી ચોળી નાંખવા જોઇએ. પરસેવાવાળા કપડા તુરંત સુકવી દેવા, ભીનાને ભીના ગડી કરવા નહી, સુકાઇ જતા તુરંત લઇ લેવા. * ગરમી લાગતા કપડા પુંઠા વિ. થી પવન નાંખવો નહી. કપડા ઝાટકવા નહી. તિર્યંચને પણ સ્પર્શ થાય નહી. * જુઠુ બોલવુ નહી. કોઇની વસ્તુ અડવી નહી. વિજાતીય તરફ રાગ દૃષ્ટિથી જોવુ નહી. મન બહેકાવે એવા કુવાંચન,કુશ્રવણ, કુવિચાર કરવા નહી, પૂર્વકાલીન ભોગસ્મરણ કરવું નહી. વાત-વિકથા-ગપ્પામાં સમય બગાડવો નહીં. * નખ કાપવા જ પડે તો તેને ચુનામાં ચોળી કપડાની પોટલીમાં બાંધી નિર્જીવ ખાડામાં પરઠવવા. * આરિસામાં શરીર, મોઢુ જોવુ નહીં. * નીવિમાં થોડી ઉણોદરી (ભુખ કરતા ઓછુ ખાવુ) રાખવી, આકંઠ ભોજન ન કરવું. ૧૩

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36