________________
જાણવા જેવુ - અવનવુ R. ગમે તે કારણે દિવસ પડે તો પૌષધ ઉપધાન બાદ ફરી કરી આપવા પડે, ઉપધાનની સાથે જ આલોચનાના પૌષધ કરો તો આંબેલથી થાય, ઉપધાનમાંથી નિકળીને કરાય છે તો ઉપવાસ પૂર્વક જ આઠ પ્રહરનો પૌષધ કરવો પડે. પ્રથમ પ્રહર વીતી ગયા બાદ પૌષધ લઇ શકાય નહી. બંને ટાઇમ ક્રિયા કરતા પૂર્વે ચારે દિશામાં ૧૦૦/૧૦૦ ડગલા વસતિ જેવી, (હાડકા પંચેન્દ્રિયનું–કલેવર-ઠંડા
પરૂ-લોહી-વિ. નથી ને? તેની ચકાસણી કરી લેવી. આ * સંધ્યા સમયે માગુ પરઠવવાની જગ્યાનું નિરીક્ષણ
બારીકાઇથી દરેકે કરવુ. (ત્યાં કીડીના નગરા, જીવાતો,
જીવ-જંતુ વિ. નથી ને, એ જોઇ લેવું). - જે દિવસે ઉપધાનમાંથી નિકળવાનું થાય તે દિવસે એકાસણુ અને
અને રાત્રી પૌષધ ફરજીયાત કરવાનો છે. - માળા પહેરાવનારે પણ ઓછામાં ઓછું એકાસણું કરવાનું
હોય છે. * કારણ આવી પડે કે સંયોગો અનુકુળ ના હોય તો પ્રથમ
અઢારીયુ પૂર્ણ કરીને નિકળી શકાય. બાકીના ઉપધાન છે ૧૨ વર્ષમાં પૂર્ણ કરવા પડે. ૧૨ વર્ષ વીતી જાય તો કરેલ છે
અઢારીયુ લેખે ના ગણાય. એ ઉપવાસ,આયંબિલ કે નીવિ પરિમુટ જ કરવાના હોય છે.
ઉપવાસ અને આયંબિલનુ પરિમુઢ તપમાં ગણાતું નથી.