________________
ચિાદ રહે, તમે વિરતીધર છો, તમારૂ જીવન સાધુ) | જેવું છે. ઉપધાનમાં શું કરવું અને શું ન કરવુ? |
એ સમજી લો. છે જે તમામ ક્રિયાઓ અપ્રમત્તભાવે ઉભા ઉભા શુદ્ધ ઉચ્ચાર
પૂર્વક ઉપયોગ પૂર્વક કરવી. બોલતી વખતે ઉઘાડા મોઢે ન બોલાય, મુહપત્તિ આડી રાખીને બોલવુ. ચાલતા, નીચે જોઇને ચાલવુ. કોઇ જીવ પગ નીચે કચડાઇ
ના જાય તેની તકેદારી રાખવી. જ કાચા પાણીમાં પગ ન આવે, લાઇટની ઉજઇ ના લાગે,
વનસ્પતિનો, લીલોતરીનો, દાણાનો, ધન-ધાન્યનો સ્પર્શસંઘટ્ટો ન થવો જોઇએ. બેસતી વખતે કટાસણા વગર ન બેસાય. સંસાર ૪૦ દિવસ માટે છોડી દીધો છે, એટલે સંબંધીઓ સાથે ઘર સંબંધી, દુકાન સંબંધી, સંસાર સંબંધી કોઇ વાત થાય નહી. મળવા આવે તો આરાધનાની વૃદ્ધિ થાય એવી જ વાત
કરવી.
સૂર્યાસ્ત બાદ માગુ કરવુ વિ. અનિવાર્ય કારણ સિવાય હલન ચલન કરાય નહિ, એક સ્થાને બેસવું કાર્ય પડતા
દંડાસનથી ભૂમિ પુંજતા પુંજતા જવું. છે કે બે ટાઇમ વપરાશમાં આવતા તમામ ઉપકરણોના બોલ ન બોલવા પૂર્વક પ્રતિલેખન કરવું.