Book Title: Updeshprasad Part 1
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

Previous | Next

Page 13
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૧ પોતાના (તીર્થંકરના) ભવની પૂર્વના ત્રીજા ભવમાં અગિયાર લાખ એંશી હજાર ને પાંચસો માસખમણ કર્યાં છે તે શ્રી વીરસ્વામી જયવંત વર્તો. ર ભવ્ય પ્રાણીઓને અર્ચન કરવા યોગ્ય, કામદેવને જીતનારા, સ્વયંભૂ તથા સંસારનો નાશ કરનારા એવા શ્રી અજિતનાથ સંભવનાથ વગેરે તીર્થંકરો ગ્રંથના વક્તા અને કર્તા વગેરે શુભ આત્માવાળા સત્પુરુષોને સુખના કારણભૂત થાઓ. પ્રથમ પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીને હું આ ઉપદેશપ્રાસાદની વૃત્તિ તેમાં વર્ષના દિવસ પ્રમાણે ત્રણસો ને સાઠ વ્યાખ્યાનો કહેલાં હોવાથી ‘સવ્વ વિન પરિમિતા' નામની કરું છું. આ સ્થળે હું પ્રથમ ત્રણ પ્રણવ (કાર) સ્થાપીને પછી ત્રણ આકાશબીજ (હીં) સ્થાપીને અને પછી સરસ્વતીબીજ (એ)ને સ્થાપીને—એ રૂપ મંત્રને નમન કરીને આ શાસ્ત્ર શરૂ કરું છું. જેમ બાળકનું કાણું બોબડું બોલેલું વચન પણ પિતાની પાસે શોભે છે, તેમ આ મારું પ્રલાપરૂપી વચન પણ શ્રુતઘરોની પાસે સત્યપણાને પામશે. જેમ કોઈ તૃષાતુર માણસ ક્ષીરસાગરમાંથી થોડું જળ લઈને પણ પોતાની તૃષા દૂર કરે છે, તેમ હું ઘણા શાસ્ત્રોમાંથી થોડું થોડું ગ્રહણ કરીને આ વ્યાખ્યાન લખું છું, તેથી હું નિંદ્ય નહીં થાઉં. આ ગ્રંથમાં પ્રથમ એક એક શ્લોક કહીને તેના ઉપર ગદ્યમાં એક એક દૃષ્ટાંત આપેલું છે, તેથી તેની સંખ્યા પણ વર્ષના દિવસ પ્રમાણે ત્રણસો ને સાઠની થયેલી છે. દરેક ગ્રંથની શરૂઆતમાં ૧નમસ્કારરૂપ, ગ્રંથની વસ્તુનું પ્રદર્શન કરવા રૂપ અથવા ૐઆશીર્વાદરૂપ મંગળ વિધ્રના નાશ માટે તથા શિષ્ટ જનના આચારનું પાલન કરવા માટે કરવું જોઈએ, કહ્યું છે કે— श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां, क्वापि यान्ति विनायकाः ॥ १ ॥ ભાવાર્થ-મહાપુરુષોને પણ શ્રેયના કાર્યમાં ઘણાં વિધ્રો આવે છે, અને અશુભ કાર્યમાં પ્રવર્તેલા માણસોનાં વિધ્રો દૂર જતાં રહે છે.’’ તેથી કરીને ગ્રંથના આરંભમાં વિધ્રૂસમૂહની શાંતિ કરવા માટે ઉપર કહેલું મંગળ શાસ્ત્રના પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં કરવાને ઇચ્છેલું છે. અહીં કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે કે, ‘‘સ્યાદ્વાદ ઘર્મના વર્ણનરૂપ આ ગ્રંથ હોવાથી સમગ્ર ગ્રંથ જ મંગળરૂપ છે; તો પછી શાસ્ત્રના આરંભ, મધ્ય અને અંતમાં મંગળ કરવાની શી જરૂર છે? કેમ કે મંગળ કરવાનું કાંઈ પણ પ્રયોજન રહેતું નથી.’’ આ પ્રશ્નનું ગુરુમહારાજ સમાધાન કરે છે કે ‘‘હે શિષ્ય! ‘મંગળ કરવાનું કાંઈ પણ પ્રયોજન નથી' એમાં જે તે મંગળ નહીં કરવામાં હેતુ આપ્યો છે તે હેતુ અસિદ્ધ છે. કારણ કે શિષ્યજનો નિર્વિઘ્રપણે ગ્રંથ પૂર્ણ કરી શકે (અભ્યાસ કરી શકે), તેટલા માટે આરંભમાં મંગળ કરવું જોઈએ, તે જ ગ્રંથ શિષ્યજનોના હૃદયમાં સુદૃઢ થવા માટે મધ્યમાં મંગળ કરવું જોઈએ, અને તે જ ગ્રંથ શિષ્ય પ્રશિષ્યાદિક પરંપરાએ કરીને સર્વને ઉપકારી થવા માટે અન્ય મંગળ કરવું જોઈએ. માટે તેં મંગળ ૧ જેમાં ઇષ્ટદેવતાને નમસ્કાર કરવામાં આવે તે. ૨. જેમાં પ્રકૃત ગ્રંથનો વિષય દેખાડવામાં આવે તે. ૩. જેમાં આશીર્વાદનું વચન કહેવામાં આવે તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 236