Book Title: Updeshmala Balavbodha Purvardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
માઈઉં-ગોઈઉં વચન બોલિઉં તીણઈ કરી મરીચિ, મરી કોડાકોડિ સાગરોપમ ભમિઉ, પથ્થઈ શ્રી મહાવીર થિઉ ૧૦૬.
તે મરીચિ કર્મે લગઈ વ્રત થિઉ ચલિઉ, બીજા ન ચલઈ, એ વાત કહઈ છઇ.
જો પ્રગટ યથાસ્થિત ધર્મ ન કહે તો આવતે ભવે ધર્મ ન પામે. જેમ મહાવીરને જરામરણરૂપી ભવસમુદ્ર ઘણો થયો. એક જ વચનથી સંસાર વધાર્યો.
કથા : શ્રી મહાવીરનો જીવ આદિનાથના વારામાં ભરતેશ્વરના બેટા મરીચિ નામે થયો. તેણે આદિનાથ પાસે દીક્ષા લીધી. ઉનાળામાં મલપરિષહ ભાંગતાં નિર્દેડિયો થયો. ઘણા જીવને જ્ઞાન પમાડ્યા ને આદિનાથ પાસે મોકલી દીક્ષા લેવડાવી. એક વાર તે માંદો થયો. પછી કપિલ ક્ષત્રીને બોધ પમાડી આદિનાથ પાસે દીક્ષા લેવા મોકલ્યો. તે પૂછે છે, “તારી પાસે કાંઈ ધર્મ નથી ? મને આદિનાથ પાસે કેમ મોકલે છે ?” પછી મરીચિએ કહ્યું કે હે કપિલ, ધર્મ તો અહીં પણ છે. પણ આડુંઅવળું વચન બોલવાને કારણે મરીચિ મરી કોડ કોડિ સાગરોપમ ભમ્યો. પછી શ્રી મહાવીર થયો.
કારુનરુનસિંગાર, ભાવભયજીવિઅંતકરણેહિં,
સાહૂ અવિ ય મરતી, ન વર્ષ નિયનિયમ વિરાહતિ. ૧૦૭ કાટુન કરુણાભાવ દયાભાવનઇં દેખાડવઈ, અનઈ સ્વજનાદિકનઈ રોવાઈ વિલાપે, અનઈ સ્ત્રી અનેક શુગાર ભાવભય અનઈ રાજાદિકને ભએ, અનઈ જીવિતવ્યને લેવે એતલે સવિહઉં, અનુકૂલે પ્રતિકૂલે ઉપસર્ગે સાહૂ સાધુ મહાત્મા વરિમઇ પ્રાણ છાંડઈ, ન ય નિય, પુણ આપણઉ નિયમદ્રત વિરાધઈ નહીં. ૧૦૭.
હિવ જે ચારિત્ર પાલઈ અનઈ તેહ ઊપરિ બહુમાન ધરઈ, તેહઈ મહાલ હુઇ. એ વાત કહઈ છઈ.
દિયાભાવ દેખાડવે, સ્વજનાદિકના રોવે, સ્ત્રીશૃંગાર અને રાજાદિકના ભયે એટલે સર્વ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગમાં સાધુ મહાત્મા પ્રાણ ત્યજે પણ પોતાનું નિયમવત વિરાધે નહીં.
“અપ્પહિમાયતો અણમોયતો ય સુગૂઠે લહઈ,
રહકારદાણઅણુમોયગો મિગો જહ ય બલદેવો. ૧૦૮ ૧ ખ વિણસી (“મરીને બદલે). ૨ ખ પચ્છઇ’ પછી ‘સત્તાવીસમઈ ભવિ. ૩ ખ થયા. ૪ ખ હુતઉ ૫ ખ “નય' નથી. ૬ ખ, ગ પ્રતિકૂલે’ નથી. ૭ ગ નિયતવ્રત. ૮ ક અપ્પાહિય.. ૯ ગ વિ.
શ્રી સોમસુંદરસૂતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org