Book Title: Upadhyaya Padni Mahatta
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ઉપાધ્યાયપદની મહત્તા ૪૩૩ उपाधानमुपाधिः सन्निधिस्तेनोपाधिना उपाधौ वा आयोलाभः श्रुतस्य येषामुपाधीनां वा विशेषणानां प्रक्रमाच्छोभनानामायो-लाभो येभ्यस्ते उपाध्यायाः। [જેમની ઉપાધિ અર્થાત્ સંનિધિથી શ્રુતનો આય અર્થાત્ લાભ થાય છે તે ઉપાધ્યાય.] आधिनां मनः पीडानामायो लाभः-आध्यायः अधियां वा (नञः कुत्सार्थत्वात्) कुबुद्धीनामायोऽध्यायः, दुनिं वाध्यायः उपहतः आध्यायः वा यस्ते उपाध्यायः। [જેઓએ આધિ, કુબુદ્ધિ અને દુર્ગાનને ઉપહત અર્થાત્ સમાપ્ત કરી દીધું છે તે ઉપાધ્યાય છે.]. આવશ્યકચૂર્ણિમાં કહ્યું છે : तमुपेत्य शिष्टा अधियन्त ईत्युपाध्यायः । [જેમની પાસે જઈને શિષ્ય અધ્યયન કરે છે તે ઉપાધ્યાય છે.] આવશ્યક નિર્યુક્તિ માં કહ્યું છે : उति उवओगकरणे वत्ति अ पावपरिवज्जणे होई। ज्ञत्ति अ झाणस्स कए उत्ति अ ओसक्कणा कम्मे ।। [જેઓ ૩ એટલે ઉપયોગપૂર્વક, વ એટલે પાપકર્મનું પરિવર્જન કરતાં કરતાં, જ્ઞ એટલે ધ્યાન ધરીને, ૩ એટલે કર્મમળને દૂર કરે છે તે ઉપાધ્યાય છે. રાજવાર્તિકમાં તથા “સર્વાર્થ સિદ્ધિ માં ઉપાધ્યાયની વ્યાખ્યા આપતાં કહ્યું છે : विनयेनोपेत्य यस्माद् व्रतशीलभावनाधिष्ठानादागमं श्रुताख्यमधियते इत्युपाध्यायः। [જેમની પાસે ભવ્યજનો વિનયપૂર્વક જઈને શ્રુતનું અધ્યયન કરે છે એવા વ્રતશીલ અને ભાવનાશાળી મહાનુભાવ ઉપાધ્યાય કહેવાય છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23