Book Title: Upadhyaya Padni Mahatta Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 5
________________ ૪૩૪ જિનતત્ત્વ “નિયમસારમાં શ્રી કુંદકુંદાચાર્યે ઉપાધ્યાય મહારાજનાં લક્ષણો દર્શાવતાં કહ્યું છે : रयणत्तयसंजुत्ता जिणकहियपयत्थदेसया सूरा। णिक्खस्वभावसहिया उवज्झाया एरिसा होति ।। રિત્નત્રયથી સંયુક્ત, જિનકથિત પદાર્થોનો ઉપદેશ કરવામાં શૂરવીર તથા નિ:કાંક્ષા ભાવવાળા એવા ઉપાધ્યાય હોય છે.) દિગમ્બર પરંપરાના “ધવલા” ગ્રંથમાં કહ્યું છે : चोदस-पुव्व-महोपहिमहिगम्म सिवरित्थिओ सिवत्थीणं। सीलधराणं वत्ता होई मुणीसो उवज्झायो।। [જેઓ ચૌદ પૂર્વરૂપી મહાસાગરમાં પ્રવેશ કરીને મોક્ષમાર્ગમાં સ્થિત છે તથા મોક્ષની ભાવનાવાળા શીલંધરોને (મુનિઓને) ઉપદેશ આપે છે એવા મુનીશ્વરો તે ઉપાધ્યાય છે.] ઉપાધ્યાય ભગવંતનો મહિમા કેટલો બધો છે તે શાસ્ત્રકારોએ એમના ગણાવેલા ગુણો ઉપરથી સમજાય છે. પંચપરમેષ્ઠિના કુલ ૧૦૮ ગુણ ગણાવવામાં આવે છે. તેમાં અરિહંતના બાર, સિદ્ધના આઠ, આચાર્યના છત્રીસ, ઉપાધ્યાયના પચીસ અને સાધુના સત્તાવીસ ગુણ હોય છે. ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ નીચે પ્રમાણે ગણાવવામાં આવે છે ૧૧ ગુણ : અગિયાર અંગશાસ્ત્ર પોતે ભણે અને ગચ્છમાં બીજાઓને ભણાવે. ૧૨ ગુણ : બાર ઉપાંગશાસ્ત્રો પોતે ભણે અને ગચ્છમાં બીજાઓને ભણાવે. ૧ ચરણસિત્તરી પોતે પાળે અને પળાવે. ૧ કરણસિત્તરી પોતે પાળે અને પળાવે. આમ, ઉપાધ્યાય ભગવંતના આ પ્રમાણે જે પચીસ ગુણ ગણાવવામાં આવે છે તે સવિગત નીચે પ્રમાણે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23