Book Title: Upadhyaya Padni Mahatta
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
View full book text
________________
ઉપાધ્યાયપદની મહત્તા
૪૪૧
વચ્ચે નથી. ગચ્છવ્યવસ્થાની દૃષ્ટિએ આચાર્યનું સ્થાન ચડિયાતું છે તેમ છતાં આચાર્ય અને ઉપાધ્યાય બંને ધણી બધી દૃષ્ટિએ સમાન હોય છે.
કેટલીક વાર કેટલાક ગચ્છમાં આચાર્ય માત્ર એક જ હોય છે અને ઉપાધ્યાય એક કરતાં વધુ હોય છે. એટલે આચાર્યના પદને પાત્ર હોવા છતાં કેટલાક ઉપાધ્યાય જીવનપર્યત ઉપાધ્યાય જ રહે છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી “શ્રી પંચપરમેષ્ઠિ ગીતા”માં ઉપાધ્યાય ભગવંત આચાર્ય ભગવંત સમાન જ છે તે દર્શાવતાં કહે છે :
જે આચાર્ય પદ યોગ્ય ધીર, સુગુરુગુણ ગાજતા અતિ ગંભીર;”
“સૂત્ર ભણીએ સખર જેહ પાસે તે ઉપાધ્યાય, જે અર્થ ભાસે તેહ આચાર્ય એ ભેદ લહીએ, દોઈમાં અધિક અંતર ન કહીએ.”
‘શ્રીપાલ રાસ'ના ચોથા ખંડમાં રાજા અને રાજકુંવર (યુવરાજ)નું રૂપક પ્રયોજીને ગ૭-વ્યવસ્થાની દૃષ્ટિએ “ઉપાધ્યાયના કાર્યનો મહિમા દર્શાવતાં કહેવામાં આવ્યું છે :
રાજકુંવર સરીખા, ગણચિતક આચારિજ પદ જોગ;
જે ઉવઝાય સદા તે નમતાં, નાવે ભવ ભય રોગ.” રાજકુંવર જેવી રીતે રાજાની અનુપસ્થિતિમાં રાજની જવાબદારી વહન કરે છે તેમ આચાર્ય ભગવંતની અનુપસ્થિતિમાં આચાર્યનું પદ પામવાને યોગ્ય એવા ઉપાધ્યાય ભગવંત ગણની–ગચ્છની ચિંતા કરતાં હોય છે. એવા ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરતાં ભવનો ભય કે ભવરૂપી રોગ આવતો નથી.
શ્રી જ્ઞાનવિમલસૂરિએ પણ “નવકાર ભાસ'ના ચોથા પદમાં ઉપાધ્યાયને યુવરાજ તરીકે ઓળખાવતાં કહ્યું છે :
“ચોથે પદે વિઝાયનું, ગુણવંતનું ધરો ધ્યાન રે; જુવરાજા સમ તે કહ્યા, પદિસૂરિને સૂરિ સમાન રે;
જે સૂરિ સમાન વ્યાખ્યાન કરિ,
પણિ નવિ ધરે અભિમાન રે; વલી સૂત્રાર્થનો પાઠ દઈ, ભવિ જીવને સાવધાન રે."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org