Book Title: Upadhyaya Padni Mahatta
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 13
________________ ૪૪૨ જિનતત્ત્વ દિગમ્બર પરંપરાના “ધવલા' ગ્રંથમાં પણ કહ્યું છે : चतुर्दशविद्यास्थानव्यापयातारः उपाध्यायाः तात्कालिक प्रवचनव्याख्यातारी वा आचार्यस्योक्ता शेष लक्षण समन्विताः संग्रहानुग्रहादिगुणहीनाः।। [ચૌદ વિદ્યાસ્થાનો વિષે વ્યાખ્યાન કરવાવાળા ઉપાધ્યાય હોય છે; અથવા તાત્કાલિક પ્રવચનો (શાસ્ત્રો) વિશે વ્યાખ્યાન કરવાવાળા ઉપાધ્યાય હોય છે. તેઓ સંગ્રહ, અનુગ્રહ વગેરે ગુણો સિવાય આચાર્યના બધા જ ગુણોથી યુક્ત હોય છે.] ઉપાધ્યાય મહારાજ શ્રુતજ્ઞાનના પારગામી હોય અને તે જ પ્રમાણે તેમનું ઉત્કૃષ્ટ સંયમમય જીવન હોય તો તેઓ અવશ્ય વધુમાં વધુ ત્રીજે ભવે મોક્ષગતિ પ્રાપ્ત કરે. જે ઉપાધ્યાય મહારાજ આ જ પ્રમાણે ગુણો ધરાવીને પછી સમયાનુસાર આચાર્યની પદવી પ્રાપ્ત કરે અને આચાર્યનો ગુણ ધરાવે તેઓ પણ અવશ્ય વધુમાં વધુ ત્રીજે ભવે મોક્ષગતિ પામે. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી “શ્રીપાલ રાસમાં લખે છે : અર્થ સૂત્ર ને દાન વિભાગે, આચાર જ ઉવઝાય ભવ ત્રણ્ય લહે જે શિવસંપદ, નમિર્યો તે સુપાય.’ [પોતાના શિષ્યોને શાસ્ત્રોના અર્થ અને સૂત્રના દાન કરવાના વિભાગથી અનુક્રમે આચાર્ય અને ઉપાધ્યાય વચ્ચેનું અંતર છે. ઉપાધ્યાય સૂત્ર ભણાવે છે અને આચાર્ય તેના ગૂઢાર્થ સમજાવે છે. આચાર્ય અને ઉપાધ્યાય પોતપોતાનાં પદ અનુસાર ત્રણ ભવમાં શિવસંપદ અર્થાત્ મોક્ષસંપત્તિ મેળવનાર છે. તેઓને પ્રસન્નતાપૂર્વક નમસ્કાર કરીને તેમનો કૃપાપ્રસાદ મેળવો.]. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી “પંચપરમેષ્ઠિ ગીતામાં પણ આ વાતનો નિર્દેશ કરતાં લખે છે : સંગ્રહ કરત ઉપગ્રહ નિજ વિષયે શિવ જાય, ભવ ત્રીજે ઉત્કર્ષથી, આચારજ ઉવજઝાય; એક વચન ઈહાં ભાખ્યો, ભગવઈ-વૃત્તિ લેઈ, એક જ ધર્મિ નિશ્ચય, વ્યવહારે દોઈ ભેઈ.' ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીએ અહીં “ભગવતીસૂત્ર'ની વૃત્તિનો આધાર આપ્યો છે. એ પ્રમાણે તેમાં ઉપાધ્યાય તથા આચાર્યમાં વ્યવહારદૃષ્ટિથી ભેદ છે, નિશ્ચયદૃષ્ટિથી તો તેઓ બંને એક જ છે એવું સ્પષ્ટ પ્રતિપાદન કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23