Book Title: Upadhyaya Padni Mahatta Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ ઉપાધ્યાયપદની મહત્તા ચૌદ પૂર્વના સારરૂપ, પંચમંગલ મહાશ્રુતસ્કંધસ્વરૂપ નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર છે, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ જગતનાં સર્વોત્કૃષ્ટ મંગલમય આરાધ્ય પો છે. નવકારમંત્રમાં ‘નમો અરિહંતાણં’ અને ‘નમો સિદ્ધાણં' એ બે પદમાં અરિહંત અને સિદ્ધને નમસ્કાર છે. અરિહંત અને સિદ્ધમાં દેવતત્ત્વ રહેલું છે. ‘નમો આયરિયાણં’, ‘નમો ઉવજ્ઝાયાણં’ અને ‘નમો લોએ સવ્વ સાહૂણં’ એ ત્રણ પદમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણમાં ગુરુતત્ત્વ રહેલું છે. ‘એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલમ્' – ચૂલિકાનાં આ ચાર પદમાં ધર્મતત્ત્વ રહેલું છે. દેવ, ગુરુ અને ધર્મ - એ ત્રણે તત્ત્વમાં જ્યાં સુધી સાચી સ્વાભાવિક શ્રદ્ધા ન પ્રગટે ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય. જ્યાં સુધી નવકારમંત્રમાં રસરુચિ ન થાય ત્યાં સુધી જીવ આધ્યાત્મિક માર્ગે બીજી ગમે તેટલી સાધના કરે તો પણ તે બહુ ફળદાયી ન નીવડે. એટલા માટે જ શાસ્ત્રકારે ‘નમસ્કાર બૃહત્ ફળ પ્રકરણમાં કહ્યું છે : ન सुचिरपि तवो तवियं, चिन्नं चरणं च बहु पढियं । जइ ता न नम्मुकारे रई, तओ तं गयं विहलं । । [ઘણા લાંબા કાળ સુધી તપશ્ચર્યા કરી હોય, બહુ સારી રીતે ચારિત્રને પાળ્યું હોય, શ્રુતશાસ્ત્રનો બહુ અભ્યાસ કર્યો હોય, પરંતુ જો નવકારમંત્રમાં રતિ ન થઈ હોય (આનંદ ન આવતો હોય) તો તે સધળું નિષ્ફળ ગયું એમ જાણવું.] નવકારમંત્રમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેને કરેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 23