Book Title: Upadhyaya Padni Mahatta Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 3
________________ ૪૩૨ જિનતત્વ ઉપાધ્યાય ભગવંતો જ કરતા હોય છે. વ્યવહારમાં ઉપાધ્યાય નામધારી બધા જ ઉપાધ્યાય એકસરખી કોટિના ન હોઈ શકે, પરંતુ જૈનદર્શનમાં ઉપાધ્યાય ભગવંતનો જે આદર્શ રજૂ કરવામાં આવ્યો છે અને એમના જે ગુણો દર્શાવવામાં આવ્યા છે તે જોતાં નવકારમંત્રમાં ઉપાધ્યાય-વિજ્ઞાય ભગવંતને જે નમસ્કાર કરવામાં આવે છે તેની યથાર્થતાની સર્વથા સઘપ્રતીતિ થયા વગર રહેશે નહિ, શ્રુતજ્ઞાનના ધારક ઉપાધ્યાય ભગવંત ન હોય તો મોક્ષમાર્ગ ઝડપથી લુપ્ત થઈ જાય. એટલા માટે જ અનાદિ સિદ્ધ નવકારમંત્રમાં “નમો વિન્ઝાયાણં' પદનું એટલું જ મહત્ત્વ રહેલું છે. ઉપાધ્યાય (અર્ધમાગધીમાં વિઝાય) શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે જોવા મળે છે : उत्पेत्य अधीयतेऽस्मात्। [જેમની પાસે જઈને અધ્યયન કરવામાં આવે છે તે ઉપાધ્યાય.! उप-समीपे अधिवसनात् श्रुतस्य आयो-लाभो भवति येभ्यस्ते उपाध्यायाः । [જેમની પાસે રહેવાથી શ્રુતનો આય (લાભ) થાય છે તે ઉપાધ્યાય.] હેમચંદ્રાચાર્ય “અભિધાનચિતામણિમાં કહે છે : उपाध्यायस्तु पाठकः। જે ભણાવે, પઠન કરાવે તે ઉપાધ્યાય) अधि-आधिक्येन गम्यते इति उपाध्यायः । જેમની પાસે અધિક વાર જવાનું થાય તે ઉપાધ્યાય, स्मर्यते सत्रतो जिनप्रवचनं येभ्यस्ते उपाध्यायाः। [જેમની પાસે જિન પ્રવચનનું સ્મરણ તાજું કરવામાં આવે છે તે ઉપાધ્યાય.! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23