Book Title: Upadhyaya Padni Mahatta
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 17
________________ ४४७ જિનતત્વ નિવારનારો થાય છે. (૩) ઉપાધ્યાય ભગવંતને કરાતો નમસ્કાર મહાન અર્થવાળો હોય છે એવું વર્ણવવામાં આવે છે તથા મૃત્યુ પાસે આવ્યું હોય ત્યારે તે નમસ્કાર બહુ વાર કરાય છે. (૪) ઉપાધ્યાય ભગવંતને કરાયેલો નમસ્કાર સર્વ પાપનો વિનાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. “શ્રીપાલ રાસના ચોથા ખંડમાં ઉપાધ્યાય ભગવંત વિશે વળી કહેવાયું છે : બાવના ચંદન સમ રસવણે, અહિત તાપ સવિ ટાળે, તે ઉવઝાય નમીજે જે વલી, જિનશાસન અજુઆલે રે.' જેઓ બાવનાચંદનના રસ જવાં પોતાનાં શીતળ રસવચનો વડે લોકોના અહિતરૂપી સઘળા તાપને ટાળે છે તથા જેઓ જિનશાસનને અજવાળે છે તેવા ઉપાધ્યાય ભગવંતને ભાવપૂર્વક નમસ્કાર કરો.] ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ “નવપદની પૂજામાં ઉપાધ્યાયપદની પૂજામાં રત્નશેખરસૂરિએ ‘સિરિ સિરિવાલ કહા'માં લખેલી ગાથા આદ્યકાવ્ય તરીકે નીચે પ્રમાણે આપે છે : सुत्तत्थवित्थारणतप्पराणं, नमो नमो वायगकुंजराणं । गणस्स साधारण सारयाणं सव्वक्खणा वज्जियमं घराणं ।। સૂત્રાર્થનો વિસ્તાર કરવામાં તત્પર અને વાચકમાં કુંજર (હાથી) સમાન ઉપાધ્યાય મહારાજને નમસ્કાર કરવાનું કહેવામાં આવ્યું છે. ઉપાધ્યાય મહારાજ સૂત્ર અને તેના અર્થનો વિસ્તાર કરીને સમજાવે છે. વળી તેઓ દ્વારા સૂત્રાર્થની પરંપરા વિસ્તરતી ચાલે છે. ઉપાધ્યાય મહારાજ સૂત્રોનો અર્થ સામાન્યથી સમજાવે છે અને આચાર્ય ભગવંત વિશેષથી અર્થ સમજાવે છે. અર્થાત્ જ્યાં જ્યાં અવકાશ હોય ત્યાં તેમાં તેનાં ગૂઢ રહસ્યો પ્રકાશે છે. “પંચપરમેષ્ઠિ નમસ્કાર અને સાધનામાં પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર લખે છે, “શ્રી ઉપાધ્યાય ભગવંતનો નમસ્કાર કેવી રીતે ભાવનમસ્કાર બને છે તે જોઈએ. શબ્દ, રૂપ અને ગંધ એ જેમ અનુક્રમે શ્રોત, ચલુ અને પ્રાણના વિષયો છે, તેમ રસ અને સ્પર્શ અનુક્રમે રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના વિષયો છે અને તેનું આકર્ષણ જીવને અનાદિનું છે. તે ટાળવાના ઉપાય તરીકે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23