Book Title: Upadhyaya Padni Mahatta
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 16
________________ ઉપાધ્યાયપદની મહત્તા ૪૪૫ હોવા જોઈએ. આવા ઉપાધ્યાય મહારાજ મુર્ખ શિષ્યને પણ જ્ઞાની બનાવી છે. તેઓ પથ્થરમાં પણ પલ્લવ પ્રગટાવી શકે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રીપાલ રાસમાં લખે છે: મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પહાણને પલ્લવ આણે; તે ઉવઝાય સકલજન પૂજિત, સૂત્ર અરથ સવિ જાણે.” જૈન શાસનની પરંપરામાં શિષ્યોને વાચના આપી ઉત્સાહિત કરવામાં કિશોર વયના શ્રી વજસ્વામીનું ઉદાહરણ અદ્વિતીય છે. એમની પાસે વાચના લેનાર સાધુઓ એમના કરતાં ઉંમરમાં ઘણા મોટા હતા. કેટલાક અલ્પબુદ્ધિના કે મંદબુદ્ધિના હતા. તેઓને પણ વજસ્વામી પાસે વાચના લેતાં બધું આવડી જતું. કેટલાક શિષ્યોને ધાર્યા કરતાં ઘણા ઓછા સમયમાં સમજાઈ જતું અને યાદ રહી જતું. વજસ્વામી પાસે અધ્યયન કરાવવાની એક વિશિષ્ટ લબ્ધિ હતી. આમ ઉપાધ્યાયપદનો મહિમા ઘણો મોટો છે. ઉપાધ્યાયપદના નમસ્કારનું, જાપ અને ધ્યાનનું મહત્ત્વ શાસ્ત્રકારોએ અહીં સુપેરે સમજાવ્યું છે. શ્રી ભદ્રબાહુ સ્વામી “આવશ્યક નિર્યુક્તિ માં ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરવાનો મહિમા સમજાવતાં કહે છે : उवज्झायनमुक्कारो जीवं मोएई भवसहस्साओ। भावेण कीरमाणो होई पूणो बोहिलाभाए।। उवज्झायनमुक्कारो धन्नाणं भवक्खयं कुणंताणं। हियअं अणु-मयंतो विसोत्तियावारओ होई।। उवज्झायनमुक्कारो एक खलु वन्निओ महत्थोत्ति। जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरई बहुसो।। उवज्झायनमुक्कारो सव्वपावप्पणासणो। मंगलाणं च सब्बेसिं पढमं हवई मंगलं ।। (૧) ઉપાધ્યાય ભગવંતને કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે. વળી ભાવપૂર્વક કરાતો નમસ્કાર તો બોધિલાભને માટે થાય છે. (૨) ઉપાધ્યાય ભગવંતને કરેલો નમસ્કાર ધન્ય માણસોને માટે ભવક્ષય કરનારો થાય છે તથા હૃદયમાં અનુસ્મરણ કરાતો નમસ્કાર અપધ્યાનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23