Book Title: Upadhyaya Padni Mahatta
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
View full book text
________________
ઉપાધ્યાયપદની મહત્તા તે દ્વારા ઉપાધ્યાયના નમસ્કારને ભાવનમસ્કાર બનાવવા માટે શ્રી ઉપાધ્યાય ભગવંતોનો સ્વાધ્યાય અને તેથી ઉત્પન્ન થતો એક પ્રકારનો રસ તે બંનેનું પ્રણિધાન આવશ્યક છે. દ્વાદશાંગીરૂપ પ્રવચનનો સ્વાધ્યાય નિરંતર કરવો અને અન્યને કરાવવો એ શ્રી ઉપાધ્યાય ભગવંતનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય છે. એ સ્વાધ્યાયનો રસ અતીન્દ્રિય તૃપ્તિને આપે છે, કે જે તૃપ્તિ પરસયુક્ત ભોજનનો નિરંતર સ્વાદ કરનારને પણ કદી થતી નથી. શ્રુતજ્ઞાનના અભ્યાસથી શ્રી ઉપાધ્યાય ભગવંતોને થતી તૃપ્તિ તે અનાદિવિષયની અતૃપ્તિને શમાવનારી છે અને અતીન્દ્રિય સુપ્તિના નિરુપમ આનંદને આપનારી છે.”
શ્રી રત્નશેખરસૂરિની ગાથાને અનુસરી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે :
‘દ્વાદશ અંગ સઝાય કરે છે, પારગ ધારક તાસ;
સુત્ર અરથ વિસ્તાર રસિક તે, નમો ઉવજ્ઞાય ઉલ્લાસ.” વળી તેઓ ઉપાધ્યાપદનો મહિમા સમજાવતાં કહે છે :
“નામ અનેક વિવેક, વિશારદ પારદ પુણ્ય; પરમેશ્વર-આણાયુત, ગુણ સુવિશુદ્ધ અગય. નમીએ શાસન-ભાસન, પતિતપાવન ઉવજઝાય,
નામ જપતાં જેહનું, નવ વિધિ મંગલ થાય.” પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ આ વિષે કહે છે, ““ઉવજઝાય' શબ્દ પણ ઉશ્યોગકરણમાં તથા ધ્યાનના નિર્દેશમાં વપરાયેલો છે. અર્થાત્ શ્રી ઉપાધ્યાય ભગવંત સદા ઉપયોગી અને નિરંતર ધ્યાની હોય છે.”
શ્રી રત્નશેખરસૂરિએ શ્રીપાળરાજાની કથા “સિરિ સિરિવાલ કહામાં ઉપાધ્યાયપદનું ધ્યાન ધરવાનું કહ્યું છે ?
गणतित्तीसु निउत्ते सुत्तत्थज्झायणमि उज्जुते।
सज्जाए लीणमणे सम्मं झाएह उवज्झाए। [ગણ(ગચ્છ-ધર્મસંઘોની તૃપ્તિ(સારસંભાળ)માં નિયુક્ત (ગચ્છની સારાવારણાદિ કરવાના અધિકારથી યુક્ત), સૂત્ર તથા અર્થનું અધ્યયન કરાવવામાં તત્પર અને સ્વાધ્યાયમાં લીન મનવાળા શ્રી ઉપાધ્યાય ભગવંતનું સમ્યફ પ્રકારે ધ્યાન કરો.]
સિરિ સિરિવાલ કહામાં નીચેની ગાથાઓમાં પણ ઉપાધ્યાયપદના ધ્યાનનું મહત્વ સમજાવતાં કહ્યું છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org