Book Title: Upadhyaya Padni Mahatta
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ઉપાધ્યાયપદની મહત્તા નમસ્કારમાં ગુરુને નમસ્કાર છે. કોઈકને પ્રશ્ન થાય કે દેવને નમસ્કાર કરવામાં અરિહંત અને સિદ્ધને જુદા જુદા નમસ્કાર કરાય છે, કારણ કે દેવનાં એ બે સ્પષ્ટ ભિન્ન સ્વરૂપ છે. પરંતુ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેને જુદ્ધ જુદા નમસ્કાર કરવાને બદલે એ ત્રણે માટે માત્ર ‘ગુરુ’ શબ્દ પ્રયોજીને નમસ્કાર ન કરાય ? દેવ, ગુરુ અને ધર્મનું શરણું આપણે લઈએ છીએ ત્યારે ચાર શરણ જુદાં જુદાં બોલીએ છીએ. ‘ચત્તારિ શરણું...'માં અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચા૨નું શરણું લઈએ છીએ. આચાર્ય અને ઉપાધ્યાયનું જુદું શરણ લેતા નથી. સાધુના શરણમાં તેમનું શરણ આવી જાય છે. તો પછી નવકારમંત્રમાં તેમ ન કરી શકાય ? વસ્તુત: આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે મુખ્યત: અને પ્રથમત: સાધુ જ છે. એક અપેક્ષાએ તેઓ ત્રણે સમાન છે. તેઓ ત્રણે માટે ‘શ્રમણ’ શબ્દ જ વપરાય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પંચાચારનું પાલન, પાંચ મહાવ્રતોનું તથા સમિતિ અને ગુપ્તિનું પાલન, બાર પ્રકારનું તપ, દસ પ્રકારનો મુનિધર્મ, પરીષહ અને ઉપસર્ગનું સહન કરવું, આહાર, શય્યા, વેશ ઇત્યાદિ બાબતોમાં તેઓ વચ્ચે કોઈ ભેદ નથી. તેમ છતાં આધ્યાત્મિક વિકાસક્રમની દૃષ્ટિએ સાધુ અને આચાર્ય વચ્ચે તરતમતાની અનેક ભૂમિકાઓ રહેલી છે. નવદીક્ષિત સાધુથી શરૂ કરીને આદર્શ આચાર્ય સુધીનો વિકાસક્રમ આરાધકના લક્ષમાં રહેવો જોઈએ. એટલા માટે જ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને જુદા જુદા નમસ્કાર કરવાની આવશ્યકતા છે. ૧ કોઈકને કદાચ પ્રશ્ન થાય કે તો પછી આચાર્ય અને સાધુને નમસ્કાર કરવાની વાત યોગ્ય જણાય છે, પણ વચ્ચે ઉપાધ્યાયના પદની શી આવશ્યકતા છે ? દેવતત્ત્વમાં જેમ અરિહંત ને સાધુ એવા બે વિભાગ પાડ્યા તેમ ગુરુતત્ત્વમાં આચાર્ય અને સાધુ એવા બે વિભાગ શું બસ નથી ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જૈન શાસનની પરંપરા જો બરાબર વ્યવસ્થિત રીતે ચલાવવી હોય તો ઉપાધ્યાયનું પદ માત્ર આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. સાધુ અને આચાર્ય વચ્ચે માત્ર ઉપાધ્યાયનું પદ જ નહિ, બીજાં ઘણાં પદ ઊભાં કરવાં હોય તો કરી શકાય. પરંતુ તેમાં આદર્શ સ્વરૂપનું સ્તંભરૂપ પદ હોય તો તે એકમાત્ર ઉપાધ્યાયનું જ છે. તીર્થંકર પરમાત્માએ પ્રબોધેલા મોક્ષમાર્ગના જ્ઞાનને લોકો સુધી, અને વિશેષપણે સર્વવિરતિ સાધુ સુખી વ્યવસ્થિત રીતે પહોંચાડવાનું કાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23