Book Title: Upadhyaya Padni Mahatta
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ઉપાધ્યાયપદની મહત્તા ૪૩૯ उत्ति उवओगकरणे झत्ति य ज्झाणस्स होई निददेसे। एएण होइ उज्झा जेसो अण्णो वि पज्जाओ।। |ક શબ્દ ઉપયોગ કરવાના અર્થમાં તથા ૪ શબ્દ ધ્યાનના નિર્દેશમાં છે. એટલે ૩જ્ઞા શબ્દનો અર્થ ઉપયોગપૂર્વક ધ્યાન કરનાર એવો થાય છે. ઉપાધ્યાય શબ્દના આવા પણ બીજા પર્યાયો છે.] उवगम्य जओऽहोयई जं चोवगयमज्झयाविति । जं चोवायज्झाया हियस्स तो ते उवज्झाया ।। જેની પાસે જઈને ભણાય અથવા જે પોતાની પાસે આવેલાને ભણાવે, તેમજ જે હિતનો ઉપાય ચિતવનાર હોય તેને ઉપાધ્યાય કહેવામાં આવે છે.] आयारदेसणाओ आयरिया, विणयणादुवज्झाया। अत्थ पदायगा वा गुरवो सुत्तस्सुवज्झाया।। આિચારનો ઉપદેશ કરવાથી આચાર્ય અને અન્યને ભણાવવાથી ઉપાધ્યાય કહેવાય. વળી, અર્થપ્રદાયક તે ગુરુ ભગવંત આચાર્ય ને સૂત્રપ્રદાયક તે ઉપાધ્યાય કહેવાય પંચાધ્યાયી માં ઉપાધ્યાયના લક્ષણો બતાવતાં કહ્યું છે : उपाध्यायाः समाधीयान् वादी स्याद्वादकोविदः । वाग्मी वाग्ब्रह्मसर्वज्ञः सिद्धान्तागमपारगः।। कविर्जत्यग्रसूत्राणां शब्दार्थः सिद्धसाधनात् । गमकोऽर्थस्य माधुर्ये धुर्यो वक्तृत्ववर्त्मनाम् । उपाध्यायत्वमित्यत्र श्रुताभ्यासोऽस्ति कारणम् । यदध्येति स्वयं चापि शिष्यानध्यापयेद गुरुः । शेषस्तत्र व्रतादीनां सर्व साधारणो विधिः । (ઉપાધ્યાય શંકાનું સમાધાન કરવાવાળા, વાદી, સ્યાદ્વાદમાં નિપુણ, સુવક્તા, વાન્ બ્રહ્મ, સર્વજ્ઞ એટલે કે શાસ્ત્રસિદ્ધાંત અને આગમોના પારગામી, શબ્દ અને અર્થ દ્વારા વાર્તિક તથા સૂત્રોને સિદ્ધ કરવાવાળા હોવાથી કવિ, અર્થમાં મધુરતા આણનાર, વક્તત્વના માર્ગના અગ્રણી હોય છે. ઉપાધ્યાયના પદમાં શ્રુતાભ્યાસ મુખ્ય કારણભૂત હોય છે, કારણ કે તેઓ સ્વયં અધ્યયન કરતા હોય છે અને શિષ્યોને અધ્યયન કરાવનાર ગુરુ અર્થાત્ ઉપાધ્યાય હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23