Book Title: Upadhyaya Padni Mahatta Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 9
________________ ૪૩૮ સ્વતંત્ર ગુણ તરીકે ઓળખવામાં આવે તો આ સંખ્યા ઘણી વધી જાય. સંસ્કૃત શબ્દ “ઉપાધ્યાય” ઉપરથી અર્ધમાગધી-પ્રાકૃતમાં વિક્ઝાય શબ્દ આવ્યો છે. અધ્યાયન કરાવનાર તે ઉપાધ્યાય એ અર્થમાં ભારતીય ભાષાઓમાં ઉપાધ્યાય ઉપરથી ઉપાધ્ધ, પાÀ, ઓઝા, ઝા જેવા શબ્દો પ્રચલિત થયા છે. પરંતુ પંચપરમેષ્ઠિમાં ઉપાધ્યાયનું પદ વિશિષ્ટ પ્રકારનું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “પંચપરમેષ્ઠિ ગીતામાં ઉપાધ્યાયના જુદા જુદા પર્યાયો નીચે પ્રમાણે આપ્યા છે : ઉપાધ્યાય, વરવાચક, પાઠક, સાધક, સિદ્ધ, કરગ, ઝરગ, અધ્યાપક, કૃતકમ, કૃતવૃદ્ધ; શિક્ષક, દીક્ષક, વિર, ચિરંતન, રત્નવિશાલ, મોહજ્યા, પારિચ્છક, જિતપરિશ્રમ, વૃતમાલ. સાધારી, વિદિત-પદવિભાગ, કુતિયાવણ, વિગત દ્વેષરાગ; અપ્રમાદી, સદા નિર્વિષાદી, અદ્રયાનંદ, આતમપ્રવાદી.” આ ઉપરાંત પંડિત, પંન્યાસ, ગણિ, ગણચિંતક, પ્રવર્તક વગેરે શબ્દો પણ પ્રયોજાય છે. અલબત્ત, તેમાં ક્રિયા-કર્તવ્યાદિની દૃષ્ટિએ કેટલોક પારિભાષિક ભેદ રહેલો છે. ઉપાધ્યાય ભગવંતનાં લક્ષણો દર્શાવતાં, “વિશેષાવશ્યક ભાષ્યમાં નીચેની ગાથાઓમાં કહ્યું છે : नाम ठवणा दविए भावे चउव्यिहो उवज्झाया। दव्वे लोईवसिप्पा धम्मे तह अन्नतित्थीया।। નામ ઉપાધ્યાય, સ્થાપના ઉપાધ્યાય, દ્રવ્ય ઉપાધ્યાય અને ભાવ ઉપાધ્યાય એમ ચાર પ્રકારે ઉપાધ્યાય કહ્યા છે. લૌકિક શિલ્પાદિનો ઉપદેશ કરનાર તથા પોતાના ધર્મનો ઉપદેશ કરનાર અન્ય તીર્થિઓ (અન્યદર્શનીઓ) તે દ્રવ્ય ઉપાધ્યાય કહેવાય છે. वारसंगो जिणक्कखाणे सज्झायो कहिउँ बुहे। जम्हा तं उवइसंति उवज्झाया तेण बुच्चंति।। દ્વિાદશાંગરૂપ સ્વાધ્યાય જિનેશ્વર ભગવાને કહ્યો છે. એનો સ્વાધ્યાય શિષ્યોને ઉપદેશે છે તેથી તેઓ (ભાવ) ઉપાધ્યાય કહેવાય છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23