Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 159
________________ ૧૪૨ ઉદયસ્વામિત્વ સંજ્ઞીમાણા હવે સંશી – અસંજ્ઞીમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય બતાવવા, સૌ પ્રથમ સંજ્ઞીમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે विगलछसाहारदुगापज्ज विणु सण्णिम्मि तिदससयमोहे। जिनपञ्चकञ्च विणु अट्ठ-सयं तु मिच्छम्मि साणम्मि ॥७३ ॥ विकलषट्कसाधारणद्विकापर्याप्तकानि विना संज्ञिनि त्रयोदशशतमोधे । जिनपञ्चकञ्च विना अष्टशतं तु मिथ्यात्वे सास्वादने ॥७३ ॥ ગાથાર્થ : સંજ્ઞીમાર્ગણામાં વિકલષદ્ધ, સાધારણદ્ધિક અને અપર્યાપ્ત વિના ઓઘ - ૧૧૩ પ્રકૃતિનો ઉદય હોય. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૮. અને સાસ્વાદને. (૭૩). » સંજ્ઞીમાર્ગણામાં ઉદયરવામિત્વ છે વિવેચન : ૧૨૨ પ્રકૃતિમાંથી સંજ્ઞીમાર્ગણામાં વિકસેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ અને અપર્યાપ્ત - આ ૯ પ્રકૃતિઓને છોડીને ઓધે - ૧૧૩ પ્રકૃતિનો ઉદય કહેવો. % હેતુસંલોક છે જ વિકસેન્દ્રિયષર્ક અને સાધારણદ્ધિક – આ પ્રકૃતિઓનો ઉદય યથાસંભવ એકેન્દ્રિય - વિકસેન્દ્રિયોને જ હોય છે અને તેઓ સંજ્ઞી ન હોવાથી તેમના પ્રાયોગ્ય ૮ પ્રકૃતિઓનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો. * લધ્યપર્યાપ્તજીવો નિયમા અસંજ્ઞી જ હોય, એટલે સંજ્ઞીમાર્ગણામાં અપર્યાપ્તનામકર્મનો પણ ઉદય ન હોય.. (ષડશીતિ-પંચસંગ્રહ વગેરેમાં સંજ્ઞીજીવના પર્યાપ્ત-અપર્યાપ્ત એવા જે બે ભેદ બતાવ્યા છે, તેમાં અપર્યાપ્ત તરીકે કરણાપર્યાપ્ત જ સમજવો, લબ્ધપર્યાપ્ત નહીં...) પૂર્વપક્ષ : આ માર્ગણામાં જિનનામકર્મનો ઉદય કેવી રીતે સંભવે? કારણ કે તેનો ઉદય તો તેરમા - ચૌદમા ગુણઠાણે હોય અને તે ગુણઠાણાવાળા જીવોને મન તો હોતું નથી અને તો તેઓનો સંજ્ઞી તરીકે વ્યવહાર શી રીતે થાય ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184