Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 167
________________ ૧૫૦ ઉદયસ્વામિત્વ જે ઉદીરણાસ્વામિત્વ છે ઉદયાવલિકાની બહાર રહેલા કર્મપરમાણુઓને સકષાય કે અકષાય એવા વીર્યવિશેષથી ખેંચીને ઉદયાવલિકામાં લાવવા તેને ઉદીરણા' કહેવાય છે.. હવે કઈ માર્ગણામાં કયા ગુણઠાણે કેટલા કર્મોની ઉદીરણા હોય, તેની સંપૂર્ણ વિગતો ઉદયસ્વામિત્વ મુજબ સમજવી.. તાત્પર્ય એ કે, ઉદયસ્વામિત્વ ગ્રંથમાં જે માર્ગણાઓ જે ગુણઠાણે જેટલી કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો છે, તે માર્ગણાએ તે ગુણઠાણે તેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા પણ સમજવી.. પણ તફાવત એ કે, (૧) શાતાવેદનીય, (૨) અશાતા વેદનીય, અને (૩) મનુષ્પાયુષ્ય - આ ત્રણ પ્રકૃતિઓની ઉદીરણા, પ્રમાદસહિત યોગથી જ થાય છે. એટલે તેઓની ઉદીરણા છઠ્ઠા ગુણઠાણા સુધી જ ચાલે, સાતમાં ગુણઠાણે નહીં.. તેથી જે માર્ગણાઓમાં એ ત્રણ પ્રકૃતિનો ઉદય અપ્રમત્તાદિ ગુણઠાણે પણ કહ્યો હોય, તે માર્ગણાઓમાં એ ત્રણ પ્રકૃતિની ઉદીરણા અપ્રમત્તાદિ ગુણઠાણે ન કહેવી.. બીજી વાત, ઉદય તો ચૌદમા ગુણઠાણે પણ હોય છે, પણ ઉદીરણા તો યોગવ્યાપારરૂપ હોવાથી અયોગગુણઠાણે તે ન હોય. તેથી જે માર્ગણાઓમાં અયોગગુણઠાણે પણ કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો છે, તે માર્ગણાઓમાં અયોગગુણઠાણે કર્મપ્રકૃતિની ઉદીરણા ન કહેવી.. આ પ્રમાણે માર્ગણાઓ વિશે કર્મપ્રકૃતિના ઉદય - ઉદીરણાનું નિરૂપણ કરતો આ “ઉદયસ્વામિત્વ” નામનો ગ્રંથ; જે તપાગચ્છીય મુનિપ્રવર ગુણરત્નવિજયજી (હાલ-દીક્ષાદાનેશ્વરી આ.વિ.ગુણરત્નસૂરીશ્વરજી) દ્વારા રચાયો છે, તે અહીં સાનંદ સંપૂર્ણ થયો.. તેની સાથે આ.વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા. દ્વારા રચાયેલો અનુવાદ પણ પૂર્ણ થયો. મૂયછૂમUIક્ય છે રૂતિ શમ્ | ૩ગ્ન પ્રસ્ત - “ગં કરોફિય, ૩૬૪ દ્રિષ્નઃ ૩ીરના સા” (૩ીર श्लो० १) । अभिहितञ्च अन्यत्रापि - "उदयावलियबाहिरिल्लठिईहिंतो कसायसहिएणं असहिएण व जोगसनेण करणेणं दलियमाकड्डिय उदयावलियाए पवेसणं उदीरणत्ति" इति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184