Book Title: Trimantra Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 8
________________ ત્રિમંત્ર ત્રિમંત્ર હમણાં આ નવકાર મંત્રનો અર્થ તમને સમજણ પાડું તો તમે જ કહો કે આ તો આપણો જ મંત્ર છે ! એનો અર્થ સમજો તો તમે છોડો જ નહીં. આ તો તમે એમ જ જાણો છો કે આ શિવનો મંત્ર છે કે આ વૈષ્ણવનો મંત્ર છે. પણ એનો અર્થ સમજવાની જરૂર છે. તો એનો અર્થ હું તમને સમજાવું. પછી તમે એવું કહો જ નહીં. તમો અરિહંતાણં.. પ્રશ્નકર્તા: ‘નમો અરિહંતાણં’ એટલે શું? તેનો અર્થ વિગતવાર સમજાવો. કે “અમારા ચોવીસ તીર્થકરો અને એક બાજુ વાંચે છે ‘નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં'. આપણે તેમને કહીએ, ‘આ બે છે ?” ત્યારે એ કહે, ‘હા, બે છે.” મેં કહ્યું, ‘અરિહંત દેખાડો જોઈએ.” ત્યારે કહે, ‘આ ચોવીસ.” અલ્યા, એ તો સિદ્ધ થયા છે. અત્યારે સિદ્ધ છે એ તો. તમે સિદ્ધને અરિહંત કહો છો પાછાં ? શાને અરિહંત કહેતા હશે આ લોકો ? પ્રશ્નકર્તા : એ ચોવીસ તીર્થંકરો તો બધાં સિદ્ધ થઈ ગયા. દાદાશ્રી : “નમો અરિહંતાણે.' અરિ એટલે દુશ્મનો અને હંતાણે એટલે હણ્યા છે જેણે, એવાં અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું. જેમણે બધા દુશ્મનોને નાશ કરી નાખ્યા છે, ક્રોધ-માન-માયાલોભ-રાગ-દ્વેષરૂપી દુશ્મનોને નાશ કર્યા છે એ અરિહંત કહેવાય. દુશ્મનોને નાશ કર્યા ત્યાંથી પૂર્ણાહુતિ થતાં સુધીનાં અરિહંત કહેવાય. એ પૂર્ણ સ્વરૂપ ભગવાન કહેવાય ! એ પછી ગમે તે ધર્મના હોય, હિન્દુ હોય કે જૈન હોય કે ગમે તે કોમના હોય, આ બ્રહ્માંડમાં ગમે ત્યાં હોય, પણ એ અરિહંત ભગવાન જ્યાં હોય, તેમને નમસ્કાર કરું છું. પ્રશ્નકર્તા : અરિહંત દેહધારી હોય ? દાદાશ્રી : હા, દેહધારી જ હોય. દેહધારી ના હોય તો અરિહંત કહેવાય જ નહીં. દેહધારી ને નામધારી, નામ સાથે હોય. પ્રશ્નકર્તા અરિહંત ભગવાન એટલે કે ચોવીશ તીર્થકરોને ઉદેશીને વાપર્યો છે કે શું ? દાદાશ્રી : ના, વર્તમાન તીર્થકર જ અરિહંત ભગવાન કહેવાય. મહાવીર ભગવાન છે તે ત્યાં આગળ મોક્ષમાં જઈને બેઠા. આમ કહે છે દાદાશ્રી : તો પછી તમે કહેતા નથી લોકોને કે ભઈ, આ સિદ્ધ થયેલાને અરિહંત શું કામ કહો છો ?! આ તો બીજા પદમાં, સિદ્ધાણંમાં જાય. અરિહંતનું પદ ખાલી રહ્યું, તેની આ ઉપાધિ છેને ! તેથી અમે કહીએ કે અરિહંતને મૂકો. સીમંધર સ્વામીને મૂકો. શા હારુ કહીએ છીએ તમને સમજાયું ? પેલા ચોવીસ તીર્થંકર ભગવંતો અરિહંત કહેવાય કે સિદ્ધ કહેવાય ? એ અત્યારે એમની દશા સિદ્ધ છે કે અરિહંત છે ? પ્રશ્નકર્તા: અત્યારે સિદ્ધમાં છે. દાદાશ્રી : સિદ્ધ છેને ? તમને ખાતરી છેને ? સો ટકાની ને ? પ્રશ્નકર્તા : હા, સો ટકાની. દાદાશ્રી : તો પછી એ સિદ્ધાણંમાં મૂકેલાં છે. સિદ્ધાણંમાં પહોંચી ગયું. ત્યાર પછી અરિહંતમાં કોણ હવે ? અરિહંત એટલે હાજર હોવા જોઈએ. વાત ગમી ? અત્યારે માન્યતા અવળી ચાલ્યા કરે છે. ચોવીસ તીર્થકરોને અરિહંત કહેવામાં આવે છે. પણ જો વિચારવામાં આવે તો એ લોકો તો સિદ્ધ થઈ ગયા છે. તે ‘નમો સિદ્ધાણં' બોલીએ, તેમાં એ આવી જ જાય છે તો અરિહંતનું ખાનું બાકી રહે છે, અરિહંતનો ભાગ બાકી રહે છે. એટલે આખો નમસ્કાર મંત્ર એ પૂર્ણ થતો નથી અને અપૂર્ણ રહેવાથી એનું ફળ મળતું નથી. માટે અત્યારે વર્તમાન તીર્થંકર હોવાં જોઈએ. વર્તમાન તીર્થકર સીમંધર સ્વામી એમનાં નામથી એમને માનીPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29