________________
ત્રિમંત્ર
ત્રિમંત્ર
દાદાશ્રી : હા, ઉપાધ્યાયને આચારની પૂર્ણતા ના આવે. આચારની પૂર્ણતા પછી તો આચાર્ય કહેવાય !
પ્રશ્નકર્તા : એટલે ઉપાધ્યાય પણ આત્મજ્ઞાની હોવાં જોઈએ.
દાદાશ્રી : આત્મજ્ઞાની નહીં, આત્મપ્રતીતિવાળા. પણ પ્રતીતિની ડિગ્રી જરા ઊંચી હોય, પ્રતીતિ !
અને પછી ?
છીએ. હા, એ ના હોય તો સત્તા બધી અમારા હાથમાં. તે વાપરીએ છીએને નિરાંતે, કોઈને પૂછ્યા કર્યા વગર ! પણ અમે તીર્થકરોને બેસાડીએ, તે બેસાડ્યા છેને ?!
ઉપાધ્યાયમાં વિચાર ને ઉચ્ચાર બે જ હોય છે અને આચાર્યમાં વિચાર, ઉચ્ચાર ને આચાર એ ત્રણ હોય છે. એમને આ ત્રણની પૂર્ણાહુતિ એ આચાર્ય ભગવાન !
તમો ઉવઝાયાણં.. પ્રશ્નકર્તા : ‘નમો ઉવજઝાયાણં.’
દાદાશ્રી : ઉપાધ્યાય ભગવાન ! એનો શું અર્થ થાય ? જેને આત્મા પ્રાપ્ત થઈ ગયો છે અને જે પોતે આત્મા જાણ્યા પછી શાસ્ત્ર બધાં ભણે ને પછી બીજાને ભણાવડાવે, એવા ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરું છું. ઉપાધ્યાય એટલે પોતે સમજે ખરાં છતાં આચાર સંપૂર્ણ નથી આવ્યા. એ વૈષ્ણવોનાં હોય કે જૈનોનાં હોય કે ગમે તેનાં હોય અને આત્મા પ્રાપ્ત કરેલો હોય. આજના આ સાધુઓ છે એ બધા ચાલે નહીં. આમાં આત્મા પ્રાપ્ત કરેલો નથી. આત્મા પ્રાપ્ત કરે એટલે ક્રોધ-માન-માયા-લોભ જતાં રહે. નબળાઈઓ જતી રહે. અપમાન કરીએ તો ફેણ ના માંડે. આ તો અપમાન કરે તો ફેણ માંડે ખરા ? તે એ ફેણ માંડે તે ના ચાલે ત્યાં.
પ્રશ્નકર્તા : ઉપાધ્યાય એટલે જાણે ખરાં કહ્યું, તો શું જાણે એ ?
દાદાશ્રી : ઉપાધ્યાય એટલે આત્મા જાણે, કર્તવ્યને જાણે, આચારને પણ જાણે, છતાં આચાર કેટલાક આવ્યા હોય ને કેટલાક આચાર ના આવ્યા હોય. પણ સંપૂર્ણ આચાર મહીં નહીં થવાથી તે ઉપાધ્યાય પદમાં છે. એટલે પોતે હજુ ભણે છે ને બીજાને ભણાવે છે.
પ્રશ્નકર્તા : એટલે આચારમાં પૂર્ણતા ના આવી હોય ?
તમો લોએ સવ્વસાહૂણં.. પ્રશ્નકર્તા: ‘નમો લોએ સવ્વસાહૂણે.”
દાદાશ્રી : લોએ એટલે લોક, તે આ લોકમાં જેટલા સાધુઓ છે એ બધા સાધુઓને હું નમસ્કાર કરું છું. સાધુઓ કોને કહેવા ? ધોળાં કપડાં પહેરે, ભગવાં કપડાં પહેરે, એનું નામ સાધુ નહીં. આત્મદશા સાથે એ સાધુ. એટલે સંસારદશા-ભૌતિકદશા નહીં, પણ આત્મદેશા સાથે એ સાધુઓને હું નમસ્કાર કરું છું. એટલે દેહાધ્યાસ નહીં, બિલકુલ દેહાધ્યાસ નહીં એવાં સાધુઓને હું નમસ્કાર કરું છું. હવે એવાં સાધુ તો જડે નહીંને ! અત્યારે ક્યાંથી લાવે ? એવાં સાધુ હોય ? પણ આ બ્રહ્માંડમાં જ્યાં જયાં એવાં સાધુઓ છે એમને નમસ્કાર કરું છું.
સંસારદશામાંથી મુક્ત થઈને આત્મદશા માટે પ્રયત્ન કરે છે અને આત્મદશા સાધે છે એ બધાને નમસ્કાર કરું છું. બાકી યોગ ને બધું કરે છે એ બધી સંસારદશા છે. આત્મદશા એ જુદી વસ્તુ છે. કયા કયા યોગ સંસારદશા છે ? ત્યારે કહે, એક તો દેહયોગ, જેમાં આસનો બધાં કરવાનાં હોય તે બધાં દેહયોગ કહેવાય. પછી બીજો મનોયોગ, અહીં ચક્રો ઉપર સ્થિરતા કરવી એ મનોયોગ કહેવાય. અને જપયોગ કરવો એ વાણીનો યોગ કહેવાય. આ ત્રણેવ સ્થૂળ શબ્દ છે અને એનું ફળ છે તે સંસારફળ