________________
ત્રિમંત્ર
આ સાયન્ટિફિક વસ્તુ છે ! નહીં તો ત્રેસઠ મારો શબ્દ નથી, ત્રેસઠને બદલે ચોસઠે ય મૂક્ત. પણ આ કુદરતની ગોઠવણી કેવી સુંદર છે અને વ્યવસ્થિત ગોઠવણી છે !
બોલતી વખતે ઉપયોગ...
આપણે કેવું બોલીએ ? ૐ નમો ભગવતે વાસુદેવાય. તે કૃષ્ણ ભગવાન હઉ દેખાય ને શબ્દ બોલીએ આપણે. હવે કૃષ્ણ ભગવાન જે ભલે આપણી ફીલમમાં આવેલા હોયને, જે ચિત્ર પડેલું હોય તે, મોરલીવાળા હો કે બીજા હો, પણ આપણે આ બોલીએ કે તરત એ દેખાય. બોલીએ કે સાથે દેખાય. બોલીએને અને સાથે દેખાય નહીં, એનો અર્થ શું છે ?!
૩૦
નામ એકલું બોલીએ તો નામ એકલાનું ફળ મળે. પણ જોડે જોડે એમની મૂર્તિ જોઈએ, તો બન્ને ફળ મળે. નામ અને સ્થાપના બે ફળ મળે તો બહુ થઈ ગયું.
પ્રશ્નકર્તા : ‘નમો અરિહંતાણં'ના જાપ સમયે મનમાં કયા રંગનું ચિંતન કરવું જોઈએ ?
દાદાશ્રી : ‘નમો અરિહંતાણં'ના જાપ વખતે કોઈ રંગનું ચિંતન કરવાની કંઈ જરૂર નથી. અને જો ચિંતન કરવું હોય તો આંખો મીંચીને .....મો.................તા....ણું એમ દેખાવું જોઈએ. એનાથી બહુ ફળ મળે. આંખો મીંચીને બોલો જોઈએ, ન મો અ રિ હું તા છું, આ અક્ષરો બોલતી ઘડીએ ના વંચાય ? અભ્યાસ કરજો, તો વંચાશે તમને પછી.
પછી ‘ૐ નમો ભગવતે વાસુદેવાય' એ પણ આંખો મીંચીને તમે બોલોને તો અક્ષરે અક્ષર દેખાશે. અક્ષર સાથે બોલાશે. તમે બે દહાડા અભ્યાસ કરશો, ત્રીજે દહાડે બહુ જ સુંદર દેખાશે.
મંત્રોનું આ રીતે ચિંતન કરવાનું છે. એને ધ્યાન કહેવાય. આ
ત્રિમંત્ર
ત્રિમંત્રનું આવું ધ્યાન કરેને, તો બહુ સુંદર ધ્યાન થઈ જાય. ૐ તમઃ શિવાય...
પ્રશ્નકર્તા : ‘ૐ નમઃ શિવાય.'
દાદાશ્રી : આ દુનિયામાં જે કલ્યાણ સ્વરૂપ થયેલા હોય અને જે જીવતા હોય, જેનો અહંકાર જતો રહેલો હોય, એ બધા શિવ કહેવાય. શિવ નામનો કોઈ માણસ નથી. શિવ તો પોતે કલ્યાણ સ્વરૂપ જ છે. એટલે જે પોતે કલ્યાણ સ્વરૂપ થયા છે અને બીજાને કલ્યાણનો માર્ગ બતાવે છે, એમને નમસ્કાર કરું છું.
૩૧
જે કલ્યાણ સ્વરૂપે થઈને બેઠા છે, તે હિન્દુસ્તાનમાં હોય કે ગમે ત્યાં હોય તે બધાને નમસ્કાર ! કલ્યાણ સ્વરૂપ કોને કહેવાય ? જેને માટે મોક્ષલક્ષ્મી તૈયાર થયેલી હોય. મોક્ષલક્ષ્મી વરવા તૈયાર થયેલી હોય એ કલ્યાણ સ્વરૂપ કહેવાય.
શાથી શંકર, તીલકંઠ ?
શાથી હું જ શંકર ને હું જ નીલકંઠ કહ્યું ? કે આખું જગતે જેણે જેણે ઝેર પાયુંને તે બધું જ પી ગયા. અને તમે પી જાવ તો તમે પણ શંકર થાવ. કોઈ ગાળ ભાંડે, કોઈ અપમાન કરે, તો બધું જ સમભાવથી ઝેર પી જાવ આશીર્વાદ આપીને, તો શંકર થાવ. સમભાવ રહી શકે નહીં, પણ આશીર્વાદ આપીએ ત્યારે સમભાવ આવે. એકલો સમભાવ રાખવા જાય તો વિષમભાવ થઈ જાય.
અમે ત્યાં આગળ મહાદેવજીના મંદિરમાં જઈને બોલીએ, ‘ત્રિશૂળ છતાં યે જગત ઝેર પીનારો,
શંકર પણ હું જ ને નીલકંઠ હું જ છું.’
મહાદેવજી ઝેરના બધા પ્યાલા પી ગયેલાં. જેણે પ્યાલા આપ્યા,