________________
૪૪
ત્રિમંત્ર
ત્રિમંત્ર
દાદાશ્રી : આ તો પહેલેથી જ પ્રોજેક્ટ છે. આ કંઈ આજનો પ્રોજેક્ટ નથી. આ પહેલેથી જ છે, પણ બીજા રૂપે હોય છે. બીજા રૂપે એટલે ભાષા ફેરફાર હોય છે. પણ એનો એ જ અર્થ ચાલ્યો આવે છે.
ત્રિમંત્રમાં નથી કોઈ મોનિટર ! પ્રશ્નકર્તા : આ બધા મંત્રોમાં કોઈ આગેવાન, મોનિટર તો ખરોને ?
દાદાશ્રી : મોનિટર કોઈ ના હોય. મંત્રોમાં મોનિટર ના હોય. મોનિટર તો લોકો પોતપોતાનું આગળ ધરે કે “મારો મોનિટર’.
પ્રશ્નકર્તા : પણ હું બધાને કહું કે ‘તમે મારું કામ કરો’, બીજાને કહું કે ‘તમે મારું કામ કરો', તો કોણ મારું કામ કરે ?
દ્રવ્યપૂજા ને ભાવપૂજા બન્ને ય કરતાં હોય, તેણે બધા મંત્ર બોલવાના.
મૂર્તિના ભગવાન દ્રવ્ય ભગવાન છે, દ્રવ્ય મહાવીર છે અને આ અંદર ભાવ મહાવીર છે. એમને તો અમે હઉ નમસ્કાર કરીએ છીએ !
મતને તર કરે મંત્ર ! જ્યાં સુધી મન છે ત્યાં સુધી મંત્રોની જરૂર છે અને મન ઠેઠ સુધી રહેવાનું જ. શરીર છે ત્યાં સુધી મન છે. મંત્ર ઇટસેલ્ફ કહે છે કે મનને તર કરવું હોય તો મંત્ર બોલ. હા, આખું મન જો ખુશ કરવા માટે આ સરસ રસ્તો છે.
એટલે પદ્ધતસર એની ગોઠવણી જ એવી છે કે તમે તમારે બોલો એટલે એનું ફળ મળ્યા વગર રહે નહીં.
ત્રિમંત્ર ભજાય ગમે ત્યાં ! પ્રશ્નકર્તા : ત્રિમંત્ર માનસિક રીતે ગમે તે સમયે અને ગમે તે સ્થળે કરી શકાય કે નહીં ?
દાદાશ્રી : ચોક્કસ. ગમે ત્યારે કરી શકાય. ત્રિમંત્ર તો સંડાસમાં પણ થઈ શકે. પણ આ કહેવાનો દુરુપયોગ કરે ત્યારે લોકો પછી સંડાસમાં જ કર્યા કરે ! આમાં એવું નહીં કે કો'ક દહાડો અડચણ હોય ને આપણને આજે ટાઈમ ના મળ્યો હોય તો સંડાસમાં કરીએ એ વાત જુદી છે. પણ આપણા લોક પછી અવળું લઈ જાય છે. એટલે આપણા લોકોને પાળ બાંધવી પડે છે, છતાં અમે પાળ નથી બાંધતા !
નવકાર મંત્રતા સર્જક કોણ ? પ્રશ્નકર્તા : નવકાર મંત્ર બનાવ્યો છે કોણે ? એનો સર્જક કોણ
દાદાશ્રી : આ નિષ્પક્ષપાતી સ્વભાવ હોય ત્યાં બધા જ કામ કરવા તૈયાર થાય, બધાં જ ! એક પક્ષમાં પડ્યો કે તરત પેલા વિરોધી થઈ જાય. પણ નિષ્પક્ષપાતી થાય એટલે બધાય કામ કરવા તૈયાર થાય. કારણકે એ બહુ નોબલ હોય છે. આપણી સંકુચિતતાને લઈને એમને સંકુચિત બનાવીએ છીએ. એટલે નિષ્પક્ષપાતથી બધું જ કામ થાય. અહીં કોઈ દિવસ હરકત આવી નથી. અમારે ત્યાં ચાલીસ હજાર માણસો આ બોલે છે. કોઈને કોઈ હરકત આવી નથી. સહેજ પણ હરકત ના આવે.
કામ કરે એવી આ દવા !. પ્રશ્નકર્તા : ત્રણ મંત્રો જોડે બોલવા સારા. એ ધર્મના સમભાવ ને સદ્ભાવને માટે સારી વાત છે.
દાદાશ્રી : એમાં દવા મૂકેલી હોય, કામ કરે એવી. જેને છોડીઓ પૈણાવવાની, છોકરાં પૈણાવવાનાં હોય, સંસારની
છે ?