Book Title: Trimantra
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 28
________________ ૪૬ ત્રિમંત્ર જવાબદારી, ફરજો બજાવવાની છે, એણે બધા મંત્રો બોલવાના ! અલ્યા, બધા નિષ્પક્ષપાતી મંત્રો બોલને ! આ પક્ષપાતમાં ક્યાં પડે છે ? આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લીંક ! આ નવકાર મંત્ર છે કોઈના માલિકીભાવવાળો ? આ તો જે નવકાર મંત્ર ભજે તો એના બાપનું છે ! જે મનુષ્યો પુર્નજન્મ સમજતા થયા હોય એનાં કામનું છે. જે પુર્નજન્મ ન સમજતા હોય એવાં ફોરેનના લોકો છે, એમને માટે આ કામનું નથી. હિન્દુસ્તાનના લોકો માટે આ વાત કામની છે ! ‘હું તો કેટલાક જણને મારે હાથે સિદ્ધિ કરી આપવાનો છું. પછી પાછળ જોઈએ કે ના જોઈએ ? પાછળ લોકોને માર્ગ તો જોઈશેને ?” - દાદા ભગવાન પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાન સિદ્ધિ આપેલ. મંત્ર માત્ર છે ક્રમિક ! પ્રશ્નકર્તા : નવકાર મંત્ર છે, એ ક્રમિક મંત્ર છેને ? દાદાશ્રી : હા, બધું ક્રમિક છે. પ્રશ્નકર્તા : તો પછી અક્રમ માર્ગમાં એને અહીંયા સ્થાન કેમ આપ્યું બહુ ? દાદાશ્રી : એમનું સ્થાન તો વ્યવહાર તરીકે છે. વ્યવહારમાં જીવતા છોને હજુ અને વ્યવહારનું ચોખ્ખું કરવાનું છેને ? એટલે મંત્રો તમને વ્યવહારમાં અડચણ ના થવા દે. આ મંત્રોથી તમને વ્યવહારિક અડચણ આવતી હોય તો ઓછી થઈ જાય. એટલે આ ત્રિમંત્રનું રહસ્ય આપને કહ્યું. એથી આગળ વિશેષ જાણવાની કંઈ આમાં જરૂર લાગતી નથી ને ?! પરમ પૂજય દાદાશ્રીના દેહવિલય બાદ આજે પણ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન ગામેગામ દેશવિદેશ ફરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ હજારો મોક્ષાર્થી લઈને આત્મરમણતા અનુભવે છે અને સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી શકે છે. આ પુસ્તકમાં અંકીત થયેલી વાણી મોક્ષાર્થનિ ગાઈડ તરીકે અત્યંત ઉપયોગી નિવડે, પરંતુ મોક્ષ મેળવવા માટે આત્મજ્ઞાન મેળવવું જરૂરી છે. અક્રમ માર્ગે આત્મજ્ઞાન પ્રાપ્તિ આજે પણ ચાલુ છે, તે માટે પ્રત્યક્ષ આત્મજ્ઞાનીને મળીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તો જ થાય. પ્રગટ દીવાને દીવો અડે તો જ પ્રગટે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29