Book Title: Trimantra
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 26
________________ ૪૨ હોવું જોઈએ તે વિગતવાર કહો. ત્રિમંત્ર દાદાશ્રી : અધ્યાત્મની બાબતમાં તમને કોઈની પર પ્રેમ આવ્યો છે ? તમને ઉછાળો આવ્યો છે કોઈની પર ? કોની પર આવ્યો છે ? પ્રશ્નકર્તા : તમારી પર, દાદા. દાદાશ્રી : તો એમનું જ ધ્યાન ધરવું આપણે. જેનો ઉછાળો આવેને તેનું ધ્યાન ધરવું. ઉપયોગપૂર્વક કરવાથી ફળ પૂરેપૂરું ! આ તો નવકારમંત્ર એમની ભાષામાં લઈ ગયા. મહાવીર ભગવાને એમ કહેલું કે આને કોઈ પણ પ્રાકૃત ભાષામાં ના લઈ જશો, અર્ધ માગધી ભાષામાં રહેવા દેજો. ત્યારે આ લોકોએ એનો અર્થ શો કર્યો કે પ્રતિક્રમણ અર્ધ માગધી ભાષામાં જ રહેવા દીધું ને આ મંત્રના શબ્દોના અર્થ કર કર કર્યા ! પ્રતિક્રમણ એમાં તો ‘ક્રમણ’ છે અને આ તો મંત્ર છે. પ્રતિક્રમણ એ જો સમજવામાં ના આવે તો એ ગાળો દે અને પ્રતિક્રમણ કર્યા કરે ! વાતને સમજ્યા નહીં ને એવી એવી હઠો લઈને બોલે છે. આ મંત્ર છે, ગમે તેવો ગાંડો માણસ લઈને બોલશે તો એનું ફળ મળશે. છતાં અર્થ કરીને વાંચે તો સારું છે ! આ તો નવકારમંત્ર ય ભગવાનના વખતથી છે અને તદન સાચી વાત છે. પણ નવકારમંત્ર સમજ પડે તો ને ?! અર્થ સમજે નહીં ને ગાયા કરે. એટલે એનો ફાયદો ના મળે જેવો જોઈએ એવો. પણ છતાં લપસી ના પડે. મારા ભઈ, સારું છે. નહીં તો નવકારમંત્ર તો એનું નામ કહેવાય કે નવકાર મંત્ર હોય તો ચિંતા કેમ હોય ? પણ હવે નવકાર મંત્ર શું કરે બિચારો ? આરાધક વાંકો ! ત્રિમંત્ર ૪૩ પેલી કહેવત નથી આવતી કે ‘માલા બિચારી ક્યા કરે, જપનેવાલા કપૂત' ! એવું આવે છેને ! આ મંત્ર બધા બોલે છે, એમાંથી કેટલા ઉપયોગપૂર્વક બોલે છે, પૂછી લાવો જોઈએ ?! માળા ફેરવે છે, તે કેટલા ઉપયોગપૂર્વક માળા ફેરવે છે ? તે નાસ મણકા મણકો આવ્યો, નાસ મણકા મણકો આવ્યો, અને તેટલા માટે તો કોથળીઓ બનાવી, પછી બધાં ગપોટતા હતા. આમ લોક દેખી જતા હતા, તેથી કોથળી બનાવી. ઊઘાડું ગપોટાય નહીંને ! ભગવાને શું કહ્યું છે કે ‘તું જે જે કરીશ, માળા ફેરવીશ, નવકાર મંત્ર બોલીશ, જે જે ક્રિયા કરીશ તે ઉપયોગપૂર્વક કરીશ તો તેનું ફળ મળશે. નહીં તો અણસમજણે કરીશ તો તું ‘કાચ’ લઈને જઈશ ઘરે ને હીરા તારા હાથમાં આવશે નહીં. ઉપયોગવાળાને હીરા ને ઉપયોગ નહીં તેને કાચ. અને આજ ઉપયોગવાળા કેટલાં તે તમે તપાસ કરી લેજો ! માટે ! દ્રવ્યપૂજાવાળા તે ભાવપૂજાવાળા આ સાધુ-આચાર્યો કહે છે, અમને એ કહો કે આ નવકારમંત્ર, અને આ બીજા બધાય મંત્રો સાથે બોલવાનું કારણ શું ? એકલો નવકારમંત્ર બોલે તો શું વાંધો ?” મેં કહ્યું, જૈનોથી આ એકલો નવકારમંત્ર ના બોલાય. એકલો નવકારમંત્ર બોલવું એ કોને માટે છે ? કે જે ત્યાગી છે, જેને સંસારી જોડે લેવા-દેવા નથી, છોડીઓ પૈણાવવાની નથી, છોકરાં પૈણાવવાના નથી, એણે આ મંત્ર એકલો બોલવાનો. બે હેતુ માટે લોકો મંત્રો બોલે છે. જે ભાવપૂજાવાળા છે તે ઉપર ચઢવા માટે જ બોલે છે ને બીજા આ સંસારની અડચણો છે તે ઓછી થવા માટે બોલે છે. એટલે જે સંસારી અડચણોવાળા છે તે બધાને દેવલોકોનો રાજીપો જોઈએ. એટલે જે એકલી ભાવપૂજા કરતાં હોય, દ્રવ્યપૂજા ના કરતાં હોય, તેણે આ એક જ મંત્ર બોલવાનો. અને જે

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29