Book Title: Trimantra
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 22
________________ ત્રિમંત્ર ત્રિમંત્ર છે, કે હું શિવોહં ! શિવ એટલે પોતે જ કલ્યાણ સ્વરૂપ થઈ ગયા, એ પોતે જ મહાદેવજી ! ફેર છે શિવ તે શંકરમાં ! પ્રશ્નકર્તા : શિવ અને શંકર એમાંય ફેર ખરો ? શિવ એ તો કલ્યાણકારી પુરુષ કહ્યા, તો શંકર એ દેવલોકમાં છે ? દાદાશ્રી : શંકર તો બધાં એક નથી. બધાં બહુ શંકરો . જ્યારે સમતામાં આવ્યા, ત્યારથી સમ્ કર એટલે શંકર કહેવાય ! એટલે બધાં બહુ શંકરો પણ તે બહુ ઊંચી ગતિમાં છે. જે સમૂ કરે છેને, એ શંકર ! ‘ૐ નમઃ શિવાય” બોલતાંની સાથે શિવનું સ્વરૂપ દેખાય ને એક બાજુ આપણે બોલીએ. આ છે પરોક્ષભક્તિ ! તમે મહાદેવજીને ભજો. એ મહાદેવજી પાછાં કાગળ લખીને આમને, તમારી મહીં બેઠાં છે એ શુદ્ધાત્માને લખે કે લ્યો, આ તમારો માલ આવ્યો છે. આ મારો તો નહીંને ! આનું નામ પરોક્ષ ભક્તિ. એવું કષ્ણને ભજે કે ગમે તેને ભજે, એ પરોક્ષ ભક્તિ થાય. એટલે મૂર્તિઓ ના હોત તો શું થાત ? એ સાચા ભગવાનને ભૂલી જાત અને મૂર્તિનેય ભૂલી જાત. એટલે આ લોકોએ ઠેર ઠેર મૂર્તિઓ મૂકાવી. તે મહાદેવજીનું દેરું આવ્યું કે દર્શન કરે. દેખે તો દર્શન થાયને ! દેખે તો યાદ આવે કે ના આવે ? અને યાદ આવે એટલે દર્શન કરે. એટલા માટે આ મૂર્તિઓ મૂકી છે. પણ સરવાળે છેવટે તો માંહ્યલાને ઓળખવા માટે છે આ બધું. સચ્ચિદાનંદમાં સમાય સર્વ મંત્રો ! આ ત્રિમંત્ર છે, એમાં આ પહેલું જૈન લોકોનું છે, આ વાસુદેવનું અને આ શિવનું છે. અને આ સચ્ચિદાનંદમાં બધા મુસ્લીમ, યુરોપીયન બધાય આવી ગયા. એટલે સચ્ચિદાનંદમાં બધાય લોકોના મંત્રો આવી જાય. એટલે આ બધા મંત્રો ભેગાં બોલીએ, આ મંત્રો નિષ્પક્ષપાતીપણે બોલીએ ત્યારે ભગવાન આપણા પર રાજી થાય. એક જણનો પક્ષ લઈએ કે ‘નમઃ શિવાય, નમઃ શિવાય’ એકલું બોલ્યા કરીએ તો પેલાં બધાં રાજી ના થાય. આ તો બધા દેવ રાજી થાય. એટલે મતમાં પડ્યા હોય તેનું કામ નહીં. આ મતમાંથી બહાર નીકળે ત્યારે કામનું છે. કેવા કેવા માણસો હિન્દુસ્તાનમાં છે હજુ. કંઈ હિન્દુસ્તાન ખલાસ થઈ ગયું નથી ! ના ખલાસ થાય આ તો ! આ તો મૂળ આર્યોની ભૂમિ. અને જ્યાં તીર્થંકરોનાં જન્મો થયાં ! તીર્થકરો એકલા નહીં, 2ષઠ શલાકા પુરુષ જે દેશમાં જન્મે છે, તે દેશ છે આ ! બોલો પહાડી અવાજે. અને આ મહીં મનમાં ‘નમો અરિહંતાણં' ને બધું બોલે પણ ગોળ ગોળ બધું, મહીં મનમાં ચાલતું હોય. આમાં કશું વળે નહીં. એટલા માટે કહેલું એકાંતમાં જઈને, મોટેથી પહાડી અવાજથી બોલો. મારે તો હું મોટેથી ના બોલું તો ચાલે પણ તમારે તો મોટેથી બોલવું જોઈએ. અમારું તો મન જ જુદી જાતનું હોય ને ! - હવે એવી એકાંત જગ્યાએ જ્યાં જઉં, તો ત્યાં આગળ આ નવકાર મંત્ર બોલવો જોશથી. ત્યાં નદી-નાળા પાસે જઉં તો ત્યાં જોશથી બોલવું, મગજમાં ધમધમાટ થાય એવું ! પ્રશ્નકર્તા : મોટેથી બોલવાથી જે વિસ્ફોટ થાય છે એની અસર બધે પહોંચે છે. એટલે આ ખ્યાલ આવે છે કે મોટેથી બોલવાનું શું

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29