Book Title: Trimantra
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 17
________________ ત્રિમંત્ર ત્રિમંત્ર ત્રિમંત્રથી હળવો ભોગવટો ! પ્રશ્નકર્તા : ત્રિમંત્રોમાં સવ્ય પાવપ્પણાસણો આવે છે, આ સર્વ પાપોને નાશ કરનાર છે, તો પછી ભોગવટા વગર પણ એ નાશ થઈ જાય ? દાદાશ્રી : એ ભોગવટો તો થાય. એવું છેને, તમે અહીં આગળ મારી જોડે ચાર દહાડા રહ્યા હોય, તો તમારે કર્મનો ભોગવટો તો થયા કરવાનો પણ તે ભોગવટો મારી હાજરીમાં હલકો થઈ જાય. એવું ત્રિમંત્રની હાજરીથી ભોગવટામાં બહુ ફેર પડી જાય. તમને બહુ અસર લાગે નહીં પછી ! એ પહોંચે અકમતા મહાત્માઓને ! ભગવાને ૩ૐ સ્વરૂપ કોને કહ્યું ? જેને અહીં હું જ્ઞાન આપું છુંને, તે દહાડેથી એ “હું શુદ્ધાત્મા છું' બોલવા માંડ્યો, ત્યારથી એ સાધુ થયો. શુદ્ધાત્મ દશા સાથે એ સાધુ. એટલે આપણા આ મહાત્માઓ, જેટલાંને મેં જ્ઞાન આપેલું છેને, એમને આ નવકાર પહોંચે છે. હા, લોકો નવકાર મંત્ર બોલશે તેની જવાબદારી તમારે માથે આવે છે. કારણ કે તમે નવકારમાં આવી ગયા. આત્મદશા સાધે એ સાધુ. ત્યાર પછી બીજે દહાડેથી થોડુંક થોડું પોતે સમજતો થયો અને થોડું થોડું કોઈકને સમજાવી શકો એવાં થયા. એટલે તમે તો સાધુથી આગળ ગયા. ત્યારથી ઉપાધ્યાય થવા માંડ્યો. અને આચાર્યપદ આ કાળમાં મળે એવું નથી, જલ્દી ! અમારા ગયા પછી નીકળશે એ વાત જુદી છે. નવકારતું માહાભ્ય ! ઐસો પંચ નમુક્કારો’ – ઉપર જે પાંચ નમસ્કાર કર્યા, સવ પાવપ્પણાસણો’ – બધા પાપોને નાશ કરવાવાળો છે. આ બોલવાથી સર્વ પાપ ભસ્મીભૂત થઈ જાય. મંગલાણં ચ સવ્વસિં - બધા મંગલોમાં, પઢમં હવઇ મંગલમ્ - પ્રથમ મંગલ છે. આ દુનિયામાં બધાં મંગલો જે છે એ બધામાં પહેલામાં પહેલું મંગલ આ છે, મોટામાં મોટું ખરું મંગલ આ છે એવું કહેવા માગે છે. બોલો હવે, એ આપણે છોડી દેવો જોઈએ ? પક્ષાપક્ષીની ખાતર છોડી દેવો જોઈએ ? ભગવાન નિષ્પક્ષપાતી હશે કે પક્ષપાતી હશે ? પ્રશ્નકર્તા : નિષ્પક્ષપાતી. દાદાશ્રી : ત્યારે ભગવાન કહે છે તેવું આપણે એના નિષ્પક્ષપાતી મંત્રોને ભજીએ. અત્યારે જેમ એક માણસને જ્ઞાન ના હોય, તેને ચાર દહાડા જેલમાં ઘાલો તો કેટલી બધી અકળામણ થાય ? અને જ્ઞાન હોય તેને જેલમાં ઘાલો તો ? એનું કારણ શું કે ભોગવટો એનો એ જ છે પણ ભોગવટો અંદર અસર ના કરે ! વ્યવસ્થિતમાં હોય તો જ જપાય ! પ્રશ્નકર્તા: આપ કહો છો કે ત્રિમંત્રો આપણી બધી અડચણ દૂર કરે. આપ એ પણ કહો છો કે બધું ‘વ્યવસ્થિત' જ છે, તો પછી ત્રિમંત્રમાં શક્તિ ક્યાંથી આવી ? દાદાશ્રી : વ્યવસ્થિત એટલે શું કે જો અડચણ દૂર ના થવાની હોય ત્યાં સુધી આપણાથી ત્રિમંત્રો બોલાય નહીં એવું ‘વ્યવસ્થિત' સમજી લેવાનું. પ્રશ્નકર્તા : પણ ત્રિમંત્ર બોલીએ અને છતાંય અડચણ દૂર ના થાય તો શું સમજવું ? દાદાશ્રી : એ અડચણ તો કેવડી મોટી હતી અને તે કેટલી ઓછી

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29