Book Title: Trimantra
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 15
________________ ૨૦ ત્રિમંત્ર ત્રિમંત્ર ૨૧ ફર્યા કરે. તે કેવું ફળ મળે ? એટલે પાંચેય ઇન્દ્રિયો જ્યારે ખુશ થાય ત્યારે નવકાર મંત્ર પરિણામ પામ્યો કહેવાય. બોલે તો ખરાં પણ કાન સાંભળે, આંખો જુએ, નાક સુગંધી ભોગવે, તે ઘડીએ ચામડીને સ્પર્શ થાય એનાં, એવી રીતે જોઈએ બધું ! તેથી તો અમે આ જોશથી બોલાવીએ છીએને ! આવે. એટલે અહીં મોટરો મળે, ગાડીઓ મળે. અને આત્મયોગ હોય તો મુક્તિ મળે, સર્વ પ્રકારનાં સુખ મળે. એ છેલ્લો, મોટો યોગ કહેવાય. સવ્વસાહૂણં એટલે જે આત્મયોગ સાધીને બેઠા છે, એવાં સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. એટલે સાધુ કોણ ? એમને આત્માની પ્રતીતિ બેઠેલી છે એટલે એને સાધુઓ ગણ્યા આપણે. એટલે આ સાહૂણંને પહેલી પ્રતીતિ અને ઉપાધ્યાયને પ્રતીતિ, પણ વિશેષ પ્રતીતિ અને આચાર્યને આત્મજ્ઞાન. અને અરિહંત ભગવાન એ પૂર્ણ ભગવાન. આ રીતે નમસ્કાર કરેલા છે. પાંચેય ઈન્દ્રિયો સાંભળે ત્યારે.. કેવળ સાધક, તહિ બાધક ! પ્રશ્નકર્તા : ભગવંતોએ નવકારનાં પાંચ પદની જે રચના કરી, એમાં પહેલાં ચાર તો બરોબર છે, પણ પાંચમામાં નમો લોએ સવ્વસાહૂણંને બદલે સવ્વસાહૂણં કેમ ન મૂક્યું ? દાદાશ્રી : કાગળ લખોને તમે ! એવું છે, એમણે જે કહ્યું છેને, તે કાનો માતર સાથે બોલવાનું કહ્યું છે. કારણ કે શ્રીમુખે વાણી નીકળી છે. એનું ગુજરાતી કરવાનું ના કહ્યું છે. ભાષા ફેરવશો નહીં. એટલે એમનાં શ્રીમુખેથી નીકળી છે, મહાવીર ભગવાનનાં મોઢેથી અને એ વાણી બોલેને તો એ પરમાણુ જ એવાં ગોઠવાયેલાં છે કે માણસને અજાયબી ઉત્પન્ન થાય. પણ આ તો બોલે એવું કે પોતાને પણ સંભળાય નહીં, ત્યારે ફળય એવું જ મળેને, ફળ સંભળાય નહીં પોતાને ! બાકી પાંચેય ઇન્દ્રિયો સાંભળે એવું બોલે ત્યારે ખરું ફળ મળે ! હા, આંખે દેખ્યા કરે, કાનેય સાંભળ્યા કરે, નાક સૂધ્યા કરે... પ્રશ્નકર્તા: આપ કંઈ રહસ્યમય વાણી બોલ્યા ! દાદાશ્રી : હા, એ નવકાર એમ ને એમ બોલ્યા કરે, તે કાન સાંભળે નહીં, કાન ભૂખ્યો રહે, આંખ ભૂખી રહે, જીભ એકલી મોઢામાં આત્માની દશા સાધવા જે સાધના કર્યા કરે એ સાધુ. એટલે જગતના સ્વાદની માટે સાધના કરે એ સાધુ નહીં. સ્વાદને માટે, માનને માટે, કીર્તિને માટે, એ બધી સાધના એ જુદી અને આત્માની સાધનામાં પેલું ના હોય. એવાં બધા સાધુને નમસ્કાર કરું છું. બીજા બધા સાધુ ના કહેવાય. આત્મદશા સાધે એ સાધુ કહેવાય. બીજા બધા સાધુ ના કહેવાય. દેહદશા, દેહના રોફ માટે, દેહના સુખને માટે ફરે છે પણ એ ચાલે નહીંને ! એ બધાને નમસ્કાર કરું છું. એટલે હિન્દુસ્તાનનો ભાગ્યે કોઈ એકાદ સંત આમાં આવતો હોય. એકુંય ના આવે. એવાં સાધુઓ બીજા ક્ષેત્રમાં છે. એ બીજી જગ્યાએ છે, એટલે ત્યાં પહોંચે છે. આપણું અને તો આપણને ફળ મળે. આ આપણા લોકોએ જેટલું નક્કી કર્યું છે, તેટલું બ્રહ્માંડ નથી. બહુ મોટું બ્રહ્માંડ છે, વિશાળ છે. તે બધા સાધુઓને નમસ્કાર કરું છું. પ્રશ્નકર્તા : લોએ એટલે શું ? દાદાશ્રી : નમો લોએ સવ્વસાહૂણં. લોએ એટલે લોક. આ લોક સિવાય બીજું અલોક છે, ત્યાં કશું જ નહીં. એટલે લોકમાં સર્વ સાધુઓ છે, એને નમસ્કાર કરું છું. પ્રશ્નકર્તા ઃ હવે આત્મદશા સાધે એટલે આત્માનું જ્ઞાન થાય ?

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29