________________
ત્રિમંત્ર
ત્રિમંત્ર
૧૭
દાદાશ્રી : કારણ કે તીર્થંકર કેવી રીતે થયા ? આચાર્ય મહારાજના પ્રતાપથી !
ગણધરો વટાવે બુદ્ધિનાં થર ! પ્રશ્નકર્તા તો આ ભગવાનના ગણધરો છે, એ આચાર્ય કક્ષામાં આવતાં હશે ?
દાદાશ્રી : હા, આચાર્ય પદમાં જ આવે. કારણ કે ભગવાનથી નીચું બીજું કોઈ પદ જ નથી. પણ આમ ગણધર નામ શાથી પડેલાં કે એ લોકોએ આખી બુદ્ધિને ભદેલી. અને આચાર્ય મહારાજ એવાં હોય પણ કે ના ય હોય. પણ ગણધર તો આખી બુદ્ધિનો થર વટાવી નાખેલો.
જે થર અમે વટાવી નાખ્યો છે. એક ચંદ્રનો થર એટલે મનનો થર અને સૂર્યનો થર એ બુદ્ધિનો થર, એ સૂર્ય-ચંદ્ર જેણે ભેટ્યા છે એવાં ગણધર ભગવાન, છતાં એ તીર્થંકરનાં આદેશમાં રહે છે. અમે પણ સૂર્યચંદ્ર ભેદીને બેઠાં છીએ !
હિમ જેવો તાપ ! આચાર્યને આખું શાસ્ત્ર મોઢે હોય ને બધું ધારણ કરેલું હોય. અને સાધુ શાસ્ત્ર ભણતો હોય પણ આત્મા પ્રાપ્ત કર્યો છે, એટલે સમક્તિ પ્રાપ્ત કર્યું છે અને હવે આ ભણે છે. અને ઉપાધ્યાય ભણે છે અને ભણાવડાવે છે. આ ઉપાધ્યાય વળી થોડાક આગળ ભણેલા, પણ તે આચાર્ય મહારાજ આગળ ઉપાધ્યાય તો બાપજી બાપજી કર્યા કરે. જેની ત્રાડથી સાધુ, ઉપાધ્યાય બિલ્લી જેવા થઈ જાય, એનું નામ આચાર્ય ! અને સાધુ ગમે એટલી ત્રાડ પાડે તોય પણ આચાર્ય મહારાજ ચમકે નહીં.
આચાર્ય એવાં હોય કે શિષ્યથી ખોટું થયું હોય તો ત્યાં ઊલટી થઈ જાય. કારણ કે એ મહીં સહન કરી શકે નહીં. એટલું બધું આચાર્ય એવાં
તાપવાળા હોય છતાં કડક ના હોય. એ ક્રોધ ના કરે. એમ ને એમ જ એમની કડકાઈ લાગ્યા કરે. બહુ તાપ લાગે !
જેમ આ હિમ પડે છેને, તે હિમનો તાપ કેટલો બધો હોય ? એવું હિમતાપ કહેવાય. છતાં ક્રોધ ના હોય. ક્રોધ હોય તો આચાર્ય કહેવાય જ નહીં ને ! ક્રોધ-માન-માયા-લોભ હોય તો એ આચાર્ય કહેવાય જ નહીં !
નહીં તો આચાર્ય મહારાજ તો કેવો હોય ?! આમ હેય.. એની વાણી બોલે તો ઊઠવાનું મન ના થાય ! આચાર્ય ભગવાન કહેવાય ! એ તો કંઈ જેવાં-તેવાં ના કહેવાય.
દાદા, ખટપટિયા વીતરાગ ! અમારું આ આચાર્ય પદ કહેવાય. સંપૂર્ણ વીતરાગ પદ ના કહેવાય આ. પણ વીતરાગ કહેવું હોય તો ખટપટિયા વીતરાગ કહેવાય. એવી ખટપટ કે “આવજો તમે, આપણે સત્સંગ કરીએ ને આમ કરી આપીએ તમને, તેમ કરી આપીએ.” એવું સંપૂર્ણ વીતરાગમાં ના હોય. ડખોય નહીં ને ડખલેય નહીં. એ તમારું હિત થતું હોય કે અહિત થતું હોય એ બધું જોવા બેસી રહે નહીં. એ પોતે જ હિતકારી છે. એમની હવા હિતકારી છે, એમની વાણી હિતકારી છે, એમના દર્શન હિતકારી છે. પણ એ તમને એમ ના કહે કે તમે આમ કરો. અને હું તો તમને કહું કે, ‘તમારી જોડે હું સત્સંગ કરું ને તમે કંઈક મોક્ષ ભણી ચાલો !' તીર્થંકરો તો એક જ ચોખું વાક્ય બોલે કે ચાર ગતિ ભયંકર દુઃખદાયી છે. માટે હે મનુષ્યો, અહીંથી મોક્ષ થવાનું સાધન પ્રાપ્ત થાય એવું તમારું મનુષ્યપણું પ્રાપ્ત થયું છે. માટે મોક્ષની કામના કરો. આટલું જ બોલે. તીર્થંકરો એમની દેશનામાં બોલે !
અત્યારે તીર્થંકર અહીં છે નહીં અને સિદ્ધ ભગવાન તો એમનાં દેશમાં જ રહે છે. એટલે તીર્થંકરનાં અત્યારે રીપ્રેઝેન્ટેટીવ તરીકે અમે