________________
૧૨
ત્રિમંત્ર
ભગવાન બીજો નંબર !
અને સિદ્ધ ભગવંતો છે, ત્યાં જવાનું છે. એટલે એ આપણું લક્ષબિંદુ છે. પણ ઉપકારી કોણ હોય ? અરિહંત ! પોતે છ દુશ્મનોને જીત્યા અને આપણને જીતાડવાનો રસ્તો દેખાડે છે, આશીર્વાદ આપે છે. એટલે એમને પહેલાં મૂક્યા. બહુ ઉપકારી માન્યા એમને. એટલે પ્રગટને ઉપકારી માને છે આપણા લોકો !
ફેર, અરિહંત તે સિદ્ધમાં !
પ્રશ્નકર્તા : સિદ્ધ ભગવાનો કઈ રીતે માનવજીવનમાં કલ્યાણ માટે પ્રવૃત્ત થાય ખરાં ?
દાદાશ્રી : સિદ્ધ એ તો તમારો ધ્યેય છે પણ છતાં એ કંઈ તમને હેલ્પ કરે નહીં. એ તો અહીં આગળ જ્ઞાની હોય કે તીર્થંકરો હોય એ હેલ્પ કરે તમને, એ મદદ કરે, તમારી ભૂલ દેખાડે, તમને રસ્તો દેખાડે, તમારું સ્વરૂપ બતાવે !
પ્રશ્નકર્તા ઃ તો આ સિદ્ધો દેહધારી નથી ?
દાદાશ્રી : સિદ્ધ ભગવાન દેહધારી ના હોય, એ તો પરમાત્મા જ કહેવાય. અને આ સિદ્ધ પુરુષો તો માણસો કહેવાય. આમને તમે ગાળ ભાંડોને તો આ સિદ્ધ પુરુષો તો ફરી વળે. નહીં તો તમને શ્રાપ આપે !
પ્રશ્નકર્તા : અરિહંત અને સિદ્ધમાં શું ફેર ?
દાદાશ્રી : સિદ્ધ ભગવાનને શરીરનો બોજો ઊંચકવો પડતો નથી. અરિહંતને બોજો ઊંચકીને ચાલવું પડે છે, બોજારૂપ લાગે છે એમને પોતાને. આવડો મોટો ઘડો માથે મૂકીને ફર ફર કરવું પડે. કેટલાંક કર્મ બાકી છે તે કર્મ પૂરા થયા સિવાય, એ સિદ્ધગતિએ જવાય નહીં. તે એટલાં કર્મ ભોગવવાનાં બાકી છે.
ત્રિમંત્ર
તમો આયરિયાણં...
આ બે થયા. હવે ?
પ્રશ્નકર્તા : ‘નમો આયરિયાણં'
૧૩
દાદાશ્રી : અરિહંત ભગવાને કહેલા આચાર જે પાળે છે અને તેવા આચાર પળાવે છે, એવાં આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. એમણે પોતે આત્મા પ્રાપ્ત કર્યો છે, આત્મદશા પ્રગટ થયેલી છે, સંયમ સહિત હોય. પણ આ અત્યારે અહીં જે આચાર્યો છે એ આચાર્યો નહીં. આ તો
બધા આપણે જરાક અપમાન કરીએ ત્યારે હોરા ફેણ માંડે. એટલે એવાં આચાર્યો નહીં. એમની દ્રષ્ટિ ફરી નથી. દ્રષ્ટિ ફર્યા પછી કામનું છે. જે મિથ્યાત્વ દ્રષ્ટિવાળા છે તેમને આચાર્ય ના કહેવાય. સક્તિ થઈને આચાર્ય થાય તો તે આચાર્ય કહેવાય.
આચાર્ય ભગવાન કયા ? આ દેખાય છે, જૈનોનાં આચાર્ય તે નહીં, જૈનોમાં અત્યારે આચાર્ય ભગવાન બધા બહુ હોય છે, તેય નહીં. અને વૈષ્ણવોનાં ય આચાર્ય છે, તેય નહીં. મંડલેશ્વરો હોય છે તેય નહીં. સુખોની જેને કોઈ પણ પ્રકારની ઇચ્છા નથી અને પોતાના આત્માના સુખને માટે જ આચાર પાળે છે. આયરિયાણં એટલે જેણે આત્મા જાણ્યા પછી આચાર્યપણું છે ને આચાર પોતે પાળે ને બીજાની પાસે આચાર પળાવડાવે છે, એવાં ભગવાનને નમસ્કાર કરું છું. એમાં વાંધો ખરો ? તમને વાંધા જેવું લાગે છે એમાં ? ગમે તે હોય પછી, ગમે તે નાતનો હોય પણ આત્મજ્ઞાન થયેલું હોય તે આચાર્ય હોય, તો એમને નમસ્કાર કરું છું.
હવે એવાં આચાર્ય અત્યારે જગતમાં અમુક જગ્યાએ નથી, પણ અમુક જગ્યાએ છે. એવાં આચાર્યો અહીં નથી. આપણી ભૂમિકામાં નથી, પણ બીજી ભૂમિકામાં છે. માટે આ નમસ્કાર એ જ્યાં હોયને ત્યાં પહોંચી