Book Title: Trimantra
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 10
________________ ત્રિમંત્ર ત્રિમંત્ર તીર્થકર કોને કહેવાય ? તીર્થંકર ભગવાન એ કેવળજ્ઞાન સહિત હોય. કેવળજ્ઞાન તો બીજા લોકોને ય હોય છે, કેવળીઓને ય હોય છે. પણ તીર્થકર ભગવાન એટલે તીર્થકર કર્મનો ઉદય જોઈએ. જ્યાં પગલાં પડે ત્યાં તીર્થ થાય. આખા વર્લ્ડમાં કોઈની એવી પુણ્ય હોતી નથી તે કાળમાં જ્યારે તીર્થંકર હોયને, તે કોઈનાં એવાં પરમાણુ ના હોય, એમના બૉડીનાં પરમાણુ, એમની સ્પીચના પરમાણુ, ઓહોહો, સ્યાદ્વાદ વાણી ! સાંભળતા જ બધાના હૈયા ઠરી જાય. એવાં એ તીર્થંકર મહારાજ ! અરિહંત તો બહુ મોટું રૂપ કહેવાય. આખા બ્રહ્માંડમાં તે ઘડીએ એવાં પરમાણુ કોઈના હોય નહીં. બધા ઊંચામાં ઊંચા પરમાણુ એકલા એમના શરીરમાં ગોઠવાઈ ગયેલા. ત્યારે એ શરીર કેવું ! એ વાણી કેવી ! એ રૂપ કેવું! એ બધી વાત જ કેવી ! એમની તો વાત જ જુદીને ?! એટલે એમની જોટે તો મૂકતા જ નહીં, કોઈનેય ! તીર્થંકરની જોટે કોઈને મૂકાય નહીં એવી ગજબ મૂર્તિ કહેવાય. ચોવીસ તીર્થંકરો થઈ ગયા, પણ ગજબ મૂર્તિ બધી ! બંધત રહ્યું અઘાતી કર્મતું ! પ્રશ્નકર્તા : અરિહંત ભગવાન એટલે મોક્ષ પહેલાંની સ્થિતિ ? દાદાશ્રી : હા, અરિહંત ભગવાન એટલે મોક્ષ પહેલાની સ્થિતિ. જ્ઞાનમાં સિદ્ધ ભગવાન જેવી જ સ્થિતિ છે પણ બંધન તરીકે આટલું રહ્યું છે. જેમ બે માણસને સાઈઠ વર્ષની સજા કરી હતી તે એક માણસને જાન્યુઆરીની પહેલી તારીખે કરી હતી. એ બીજા માણસને જાન્યુઆરીની ત્રીજી તારીખે કરી. પહેલાને સાઈઠ વર્ષ પૂરા થઈ ગયા. પેલો છૂટો થઈ ગયો. બીજો બે દહાડા પછી છૂટો થવાનો છે. પણ એ છૂટો જ કહેવાય ? એવી એમની સ્થિતિ છે ! તમો સિદ્ધાણં.. પછી બીજા કોણ છે? પ્રશ્નકર્તા: ‘નમો સિદ્ધાણં.” દાદાશ્રી : હવે જે અહીંથી સિદ્ધ થઈ ગયા છે, જેને અહીં આગળ દેય છૂટી ગયેલો છે ને ફરી દેહ મળવાનો નથી અને સિદ્ધ ગતિમાં નિરંતર સિદ્ધ ભગવાનની સ્થિતિમાં રહે છે, એવાં સિદ્ધ ભગવાનને હું નમસ્કાર કરું છું. હવે અહીંથી જે ષડરીપુ જીતી અને રામચંદ્રજી, ઋષભદેવ ભગવાન, મહાવીર ભગવાન એ બધા સિદ્ધ ગતિમાં ગયા. એટલે ત્યાં નિરંતર સિદ્ધ દશામાં રહે છે, એમને નમસ્કાર કરું છું. એમાં શું વાંધો છે, બોલો ! આમાં કંઈ વાંધા જેવું છે ?! હવે પેલાં ઊંચા કે બીજા આ ફરી બોલ્યા તે ઊંચા ? પેલા તો દેહ છોડીને સિદ્ધ થઈ ગયેલા જ છે, સંપૂર્ણ મુક્ત થયા છે ! તે આ બેમાં ઊંચું કોણ ને નીચું કોણ ? તમને શું લાગે છે ? બહુ વિચારવાથી નહીં જડે. એની મેળે સહજભાવે બોલી દો ને ! પ્રશ્નકર્તા : બધાં સરખાં, નમન કરીએ એટલે બધું સરખું. એમાં શ્રેષ્ઠતા અથવા તો ઓછું એ આપણાથી નક્કી કેવી રીતે થાય ? દાદાશ્રી : પણ આ લોકોએ પહેલો નંબર પેલાનો (નમો અરિહંતાણંનો) લખ્યો અને સિદ્ધાણંનો બીજો નંબર લખ્યો, તેનું કંઈ કારણ તમને સમજાયું ? એ શું કહે છે કે જે સિદ્ધ થયા તે સંપૂર્ણ છે. એ ત્યાં સિદ્ધગતિમાં જઈને બેઠા છે, પણ તે અમારે કંઈ કામ લાગ્યા નહીં. અમારે તો ‘આ’ (અરિહંત) કામ લાગ્યા, એટલે એમનો પહેલો નંબર અને પછી તમે સિદ્ધ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29