Book Title: Trimantra
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 6
________________ ત્રિમંત્ર ત્રિમંત્ર દાદાશ્રી : આખું ફળ ખાય અને ટુકડો ખાય એમાં ફેર નહીં ? એ ત્રિમંત્રો બધા આખા ફળરૂપે છે, આખું ફળ ! મંત્ર જાપો છતાં તથી સુખ... ઋષભદેવ ભગવાને એક જ વાત કહી હતી કે “દેરાં છે તે વૈષ્ણવવાળા વૈષ્ણવનાં, શિવધર્મવાળા શિવનાં, જૈનધર્મવાળાં જૈનનાં બધાં પોતપોતાનાં દેરાં વહેંચી લેજો. અને આ છે તે મંત્રો વહેંચી ના નાખશો. મંત્રો વહેંચશો તો એનું સત્વ ઊડી જશે. તે આપણા લોકોએ તો મંત્રો વહેંચી નાખ્યા ને અગિયારસ હઉ વહેંચી નાખી, ‘આ શિવની, આ વૈષ્ણવની'. તેથી અગિયારસનું માહાભ્ય ઊડી ગયું અને આ મંત્રોનું માહાભ્ય ઊડી ગયું છે. આ ત્રણ મંત્રો ભેગાં નહીં હોવાથી નથી જૈનો સુખી થતાં, નથી આ બીજા લોકો સુખી થતાં. એટલા માટે આ આમાં ભગવાનના કહ્યા પ્રમાણે છે. ઋષભદેવ ભગવાન એ ધર્મનું મુખ કહેવાય છે. ધર્મનું મુખ એટલે આખા જગતને ધર્મની પ્રાપ્તિ કરાવનાર એ પોતે જ છે ! તે આ વેદાંત માર્ગેય સ્થાપન એમના હાથે થયેલો છે. આ જૈનમાર્ગીય સ્થાપન એમના હાથે થયેલો છે. અને આ બહારના લોકો જે આદમ કહે છેને, આદમ ? તે આદમ એટલે આ આદિમ તીર્થંકરને જ એ આદિમને બદલે આદમ કહે છે આ લોકો. એટલે બધું જ છે, એ આમનો જ માર્ગ છે. સંસારતી અડચણો માટે ! પ્રશ્નકર્તા: દેરાં વહેંચી લેવાનાં કહ્યા, પણ દેરામાં તો બધા દેવતાઓ તો એક જ છે ને ? દાદાશ્રી : ના, દેવતાઓ બહુ જુદાં જુદાં હોય. શાસનદેવો બહુ જુદાં હોય. આ સંન્યસ્તમંત્રનાં શાસનદેવો જુદાં હોય, પેલાં મંત્રોના દેવો જુદાં હોય, બધા દેવો જુદાં જુદાં હોય. પ્રશ્નકર્તા: પણ ત્રણેય મંત્રો સાથે બોલવાથી શું ફાયદો ? દાદાશ્રી : અડચણો જતી રહે ને ! વ્યવહારમાં અડચણ આવતી હોય તો ઓછી થઈ જાય. પોલીસવાળાની સાધારણ ઓળખાણ હોય તો છૂટી જાય કે ના છૂટી જાય ? પ્રશ્નકર્તા : હા, છૂટી જઈએ. દાદાશ્રી : તો આ ત્રિમંત્રમાં જૈનોના, વાસુદેવના અને શિવના, એ ત્રણેય મંત્રો ભેગા કર્યા છે. જો તમારે દેવોનો સહારો જોઈતો હોય તો બધા મંત્રો ભેગા બોલો. એના શાસનદેવો હોય, એટલે એ તમને હેલ્પ કરે. તે આ ત્રિમંત્રો છે ને, તેમાં આ જૈનનો મંત્ર છે એ જૈનના શાસનદેવો છે, એમને ખુશ કરવાનું સાધન છે. વૈષ્ણવનો મંત્ર છે તે એમના શાસનદેવોને ખુશ કરવાનું સાધન છે અને શિવનો જે મંત્ર છે એ એમના શાસનદેવોને ખુશ કરવાનું સાધન છે. હંમેશાં દરેકની પાછળ શાસન સાચવનારા દેવો હોય પાછાં. એ દેવો આ મંત્રો બોલીએ એટલે ખુશ થાય એટલે આપણી અડચણો નીકળી જાય. તમને સંસારમાં અડચણો હોયને, તો આ ત્રણેય મંત્રો જોડે બોલવાથી નરમ થાય. તમારા બધા કર્મના ઉદયો આવ્યા હોયને, એ ઉદયો નરમ કરવાના રસ્તા છે આ. એટલે ધીમે ધીમે માર્ગ ઉપર ચઢવાનો રસ્તો છે. જે કર્મનો ઉદય સોળ આની છે, તે ચાર આની થઈ જશે. એટલે આ ત્રણ મંત્રો બોલેને, તો આવતી બધી ઉપાધિઓ હલકી થઈ જાય. તેથી શાંતિ થઈ જાય બિચારાને ! બતાવે ત્રિમંત્ર નિષ્પક્ષપાતી ! પરાપૂર્વથી આ ત્રણ મંત્રો છે જ, પણ આ લોકોએ મંત્રોય વહેંચી

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29