Book Title: Trimantra
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 4
________________ દાદા ભગવાન' કોણ ? પ્રગટ્યા “દાદા ભગવાન' ૧૯૫૮માં ! જૂન, ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં. ૩ પરનાં રેલ્વેનાં બાંકડા પર બેઠેલા અંબાલાલ મૂળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા ‘દાદા ભગવાન' સંપૂર્ણપણે પ્રગટ થયા! અને કુદરતે એ સમયે સર્યું અધ્યાત્મનું અદ્દભૂત આશ્ચર્ય! એક કલાકમાં વિશ્વદર્શન લાવ્યું ! જગત શું છે ? કેવી રીતે ચાલે છે? આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? વિ.વિ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! અક્રમ માર્ગની અદ્ભુત કુદરતની ભેટ ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત સિધ્ધ થયેલા જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફટ માર્ગ ! શોર્ટકટ ! અને ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનો ! દાદા ભગવાત કોણ ? તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ'નો ફોડ પાડતા કહેતાં, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન” હોય. દાદા ભગવાન તો ચૌદલોકના નાથ છે, એ તમારા બધામાં ય છે પણ તમારામાં અવ્યક્ત રૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું ય નમસ્કાર કરું છું.” જ્ઞાતીનાં લક્ષણો પ્રકાણ્યાં બાળપણથી જ..... પૂજ્યશ્રીનો જન્મ ૭ નવેમ્બર ૧૯૦૭, વડોદરા પાસેના તરસાળી ગામમાં. પિતાશ્રી મૂળજીભાઈ અને માતા ઝવેરબા, પત્ની હીરાબા. બાળપણથી જ દિવ્ય લક્ષણો. માતાએ કંઠી બાંધવાની કહી તો તેઓશ્રીએ ના પાડી! માતાએ કહ્યું કે “કંઠી બંધાવીશ નહીં તો નુગરો (ગુરુ વિનાનો) કહેવાઈશ.” પૂજયશ્રીએ કહ્યું, ‘મને જે જ્ઞાન આપે, તે મારા ગુરુ. કંઠી બાંધવાથી થોડા ગુરુ થઈ જાય?!” સ્કુલમાં લ.સા.અ. (L.C.M.) પ્રથમ વાર શિક્ષકે શીખવ્યું કે આ બધી રકમોમાં નાનામાં નાની અવિભાજ્ય તથા બધામાં સમાયેલી હોય તે રકમ ખોળી કાઢો, એ એનો લ.સા.અ. કહેવાશે. પૂજ્યશ્રીએ તરત જ ઊભા થઈને બોલ્યા, ‘માસ્તર, માસ્તર! આ વ્યાખ્યા પરથી તો મને ભગવાન જડી ગયા! બધામાં સમાયેલા, નાનામાં નાના ને અવિભાજય તો ભગવાન જ છે ને! પિતાશ્રીને બંધુશ્રી સાથે વાત કરતાં સાંભળી ગયા કે મેટ્રીક પાસ થાય એટલે અંબાલાલને વિલાયત મોકલી સૂબો બનાવીશું. એટલે પોતે નક્કી કર્યું કે મેટ્રીકમાં જાણી-જોઈને નાપાસ થવાનું. કારણ કે નોકરી તો જીંદગીમાં કરવી નથી! માથે બોસ ના જોઈએ. પરણતી વખતે માથેથી સાફો ખસ્યો ને વિચાર આવ્યો કે આ લગ્નનું એન્ડ રીઝલ્ટ શં? બેમાંથી એકને તો રાંડવાનું જ ને! પણ ચડ્યું હોય એવા મોહના પ્રસંગે ઉત્કૃષ્ટ વૈરાગ્યનો કેવો અદ્ભૂત વિચાર! અધ્યાત્મ તરફ વળ્યું જીવન ! બાવીસમે વર્ષે શ્રીમદ્ રાજચંદ્રનું પુસ્તક વાંચવામાં આવ્યું. ત્યારથી આત્માની ખોજ ચાલુ થઈ, તે પૂરી થઈ ૧૯૫૮માં. હજારોને ત્યારબાદ જ્ઞાન આપી મોક્ષના દ્વારે પહોંચાડ્યા! જીવન સાદું, સરળ, કોઈપણ જાતનાં બાહ્ય આડંબર રહિત. કોઈના ગુરુ થયા નહીં. લઘુત્તમ પદમાં જ સદા રહ્યા. કોઈ વાડો નહિ, સંપ્રદાય નહિ. કેવળ આત્મધર્મની જ પ્રાપ્તિ કરાવવાનો અભૂતપૂર્વ સિધ્ધાંત! ૧૯૮૮માં સ્થળ દેહવિલય. સુક્ષ્યદેહે વિશ્વમાં વ્યાપી જગત કલ્યાણનું અવિરત કાર્ય વધુ વેગે વધાવી રહ્યા છે! પૈસાના વ્યવહારતો દાદાશ્રીતો સિધ્ધાંત ‘વેપારમાં ધર્મ ઘટે, ધર્મમાં વેપાર ન ઘટે' એ સિધ્ધાંતથી તેઓ આખું જીવન જીવી ગયા. જીવનમાં ક્યારેય એમણે કોઈની પાસેથી પૈસો લીધો નથી. ઊભું ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા!

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29