Book Title: Tattvarthadhigam Sutram Part 07 Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay Publisher: Arihant Aradhak Trust View full book textPage 9
________________ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ * ભૂમિકા * પ્રસ્તુત શાસ્ત્રનું (સૂત્રનું) મુખ્ય નામ તત્ત્વાર્થાધિગમ છે. આ શબ્દનો અર્થ સંબંધકારિકાની ૨૨મી કારિકાની ટીકામાં જણાવ્યો છે. પણ વર્તમાનમાં તેને તત્ત્વાર્થસૂત્ર એવા સંક્ષિપ્ત નામથી ઓળખવામાં આવે છે. આ ગ્રંથના કર્તા પૂજ્ય ઉમાસ્વાતિ મહારાજા છે. આ સૂત્રો ઉપર ભાષ્ય પણ તેમણે જ રચેલું છે. દિગંબરો “જ્યાં વસ્ત્ર ત્યાં મુક્તિ નહિ એવી એમની માન્યતાને બાધ આવતો હોવાથી ભાષ્યને ઉમાસ્વાતિ મહારાજા કૃત માનતા નથી. તેઓ ભલે ન માને પણ કેટલીક દલીલો વગેરેના આધારે ભાષ્ય ઉમાસ્વાતિ મહારાજાનું જ છે એમ સિદ્ધ થાય છે. જિજ્ઞાસુએ એ દલીલો પપૂ. આચાર્ય શ્રીમદ્ આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાએ લખેલા ઉપક્રમમાંથી જાણી લેવી. એ ઉપક્રમ આ ગ્રંથના પહેલા ભાગના અંતે મુદ્રિત કરવામાં આવ્યો છે. ગ્રંથનો પરિચય આ ગ્રંથ મુખ્યતયા દ્રવ્યાનુયોગનો વિષય છે. જૈનશાસનમાં દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ એમ ચાર અનુયોગ પ્રસિદ્ધ છે. અનુયોગ એટલે વ્યાખ્યાન કે વર્ણન. જેમાં જીવાદિ દ્રવ્યોના(=તત્ત્વોના) વ્યાખ્યાનની પ્રધાનતા હોય તે દ્રવ્યાનુયોગ. જેમાં આચારોનું વિશેષથી વર્ણન હોય તે ચરણકરણાનુયોગ. જેમાં ગણિત આવતું હોય તે ગણિતાનુયોગ. જેમાં ધર્મકથાનું વર્ણન આવતું હોય તે ધર્મકથાનુયોગ. આ ચાર અનુયોગોમાં દ્રવ્યાનુયોગ અને ચરણકરણાનુયોગ એ બે અનુયોગો મુખ્ય છે. તે બેમાં પણ અપેક્ષાએ દ્રવ્યાનુયોગનું મહત્ત્વ વધારે છે. પ્રસ્તુત તત્ત્વાર્થસૂત્ર દ્રવ્યાનુયોગની પ્રધાનતાવાળું છે. કારણ કે તેમાં જીવ વગેરે સાત દ્રવ્યોનું(=તત્ત્વોનું) વર્ણન છે. આથી આ ગ્રંથનું મહત્ત્વ ઘણું છે. આ ગ્રંથને બરાબર સમજવાથી સમ્યગ્દર્શન પ્રગટે છે અને પ્રગટ થયેલું સમ્યગ્દર્શન દઢ અને નિર્મળ થાય છે. જેમકે પાંચમા અધ્યાયમાંPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 280