Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Shrutnidhi Ahmedabad View full book textPage 5
________________ નવમા અધ્યાયના આરંભે - આ અધ્યાયમાં કુલ ૪૯ સૂત્રો છે. અને અધ્યાયનો પ્રતિપાદ્યવિષયછે “સંવર તત્વ'' અલબત્ત નિર્જરાતત્વ વિશે પણ સુંદરતમ વ્યાખ્યાને આવરી લેવાઈ છે. આ પૂર્વેસૂત્રકાર મહર્ષિએ પ્રથમ ચાર અધ્યાયતકી નીવ તત્ત્વવિશે, પાંચમાં અધ્યાયમાં અઝીવ તત્ત્વ સંબંધે, છઠ્ઠા અને સાતમા અધ્યાયમાં ગાઝવતરૂ ની અને આઠમા અધ્યાયનમાં તત્ત્વ અંગેના વિવરણી કરેલા છે. બાકી રહેતા સંવર,નિર્ના અને મોક્ષ તત્ત્વમાંથી આ અધ્યાયમાં સંવર તત્વનું વર્ણન છે. નિર્ગા સંબંધે એક સૂત્ર આઠમા અધ્યાયમાં જણાવ્યા પછી,આ અધ્યાયમાં તત્સંબંધે વિશેષ ખુલાસો પણ પ્રસ્તુત જ છે અને મોક્ષ હવે પછીના છેલ્લા અને દશમા અધ્યાયની સાથે ગુંથાયેલું છે. પ્રથમ અધ્યાય-પ્રથમ સૂત્રથી મોક્ષમ નું નિરૂપણ કરે છે. તે માર્ગે ચાલી મોક્ષની પ્રાપ્તિમાં સંવર અને નિર્વા એ બે મુખ્ય તત્ત્વોની ઉપાસના થકી નવ મોક્ષને પામનારો બને છે આ સંવરતત્વ થકી આત્મા આવતા કર્મોને અટકાવી શકે છે. અને નિર્જરા તત્ત્વ તેને સંચિતકર્મોના ક્ષયમાટેનું મુખ્ય પરિબળ છે. શુભ અને અશુભ કર્મને રોકવારૂપ વ્યસંવર તથા શુભાશુભકર્મને રોકવામાં કારણરૂપ જીવનો જે અધ્યવસાય તે ભાવસંવર આવા બંને પ્રકારના સંવરને કઈ રીતે આદરવો, તેનું વિશેષ સ્વરૂપ શું છે? તેના ભેદ-પ્રભેદો આદિ સર્વે ચર્ચા અહીં આવરી લેવાઈ છે. નવતત્વમાંના ઉપાદેય એવા આ સંવર તત્ત્વને આદરી કર્મોના આશ્રવ થકી બંધ થતો અટકાવી મોક્ષની ઉપાસના માટે સંચિત કર્મોની નિર્જરા માટેના પથ પ્રદર્શક એવા અધ્યાયની ભીતરમાં હવે ડોકીયું કરીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 202