Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Shrutnidhi Ahmedabad View full book textPage 4
________________ તત્ત્વ: અર્થ : ૩ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मल दंसणस्स તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્રઃ (૧) યથાવસ્થિત જીવાદિ પદાર્થોનો સ્વ-ભાવ તે તત્ત્વ. (૨) જે પદાર્થ જે રૂપથી હોય તેનું તે જ રૂપ હોવું તે તત્ત્વ-જેમકે જીવ જીવરૂપે જ રહે અને અજીવ અજીવ રૂપે રહે છે. (૧) જે જણાય તે અર્થ. (૨) જે નિશ્ચય કરાય કે નિશ્ચયનો વિષય હોય તે અર્થ. તત્ત્વાર્થ : (૧) તત્ત્વ વડે જે અર્થનો નિર્ણય કરવો તે તત્ત્વાર્થ. -- અધિગમ : (૧) જ્ઞાન અથવા વિશેષ જ્ઞાન. (૨) જ્ઞાન થવું તે. અલ્પ શબ્દોમાં ગંભીર અને વિસ્તૃત ભાવ દર્શાવનાર શાસ્ત્રવાક્ય તે સૂત્ર. Jain Education International (૨) જે પદાર્થ જે રૂપે હોય તે પદાર્થને તે રૂપે જ જાણવો કે ગ્રહણ કરવો તે તત્ત્વાર્થ. પ્રસ્તુત ગ્રન્થમાં જીવ-અજીવ-આશ્રવ-બન્ધુ-સંવર-નિર્જરા-મોક્ષ એ સાત તત્ત્વો છે. આ સાતે તત્ત્વોને તે સ્વરૂપે જ ગ્રહણ કરવા રૂપ નિશ્ચયાત્મક બોધની પ્રાપ્તિ તે તત્ત્વાર્થાધિગમ. સૂત્રકાર મહર્ષિ પૂ. ઉમાસ્વાતિજીએ સમગ્ર ગ્રન્થમાં તત્ત્વાર્થની સૂત્ર સ્વરૂપે જ ગુંથણી કરી છે માટે તેને તત્ત્વાર્થાધિગમ સૂત્ર કયું છે. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 202