________________
તત્ત્વાખ્યાન.
ઉપર લક્ષ્ય આપવુ', નિલજ્જતાના ત્યાગ કરવા, કોઇની પણ નિન્દા કરવી નહિ, સાધુપુરૂષનુ નિર'તર શુણુગાન કરવુ આપત્તિમાં પણ કદાપિ દીનતા દાખવી નહિ, સપત્તિસમયે અભિમાન ધારણ કરવું નહિ, નમ્રતાને મુખ્ય સ્થાન આપવું. ઉચિત સમયે સમયેાચિત ખેલવુ, અસત્યને અવકાશ આપવા નહિ. વાસ્તવિક કાર્ય કરવા જે પ્રતિજ્ઞા ધારણ કરી હાય તેનુ બરાબર પાલન કરવું, શુદ્ધ કુલાચારને ખ્યાલ નિર'તર રાખવા, જ્યાં આપણને કોઇ પ્રકારના લાભ જોવામાં ન આવે તેવા સ્થાનમાં નકામા ધનનો વ્યય કરવા નહિ, પ્રમાદને ત્યાગ કરવા પ્રયત્ન કરવા. લાભાલાભના વિચાર કરી લૈાકિક આચાર ઉપર સમયાચિત ધ્યાન આપવું-પણ ધબુદ્ધિથી નહિ, ઔચિત્ય ગુણને કાઇપણ સ્થળે કાર્યાં કરતાં છેડવા નહિ, કારણ કે તે દરેકમાં પ્રધાન ગુણ છે, કઠે પ્રાણ આવે તા પણુ નિન્જનીય ફામાં પ્રવૃત્તિ કરવી નહિ.
કામ, ક્રોધ, લાભ, માન, મદ, હુઆ છ આન્તરિક શત્રુને જીતવાના ઉદ્યમ કરવા. તેનું વિવેચન—ખીજાએ ગ્રહણુ કરેલી અથવા નહિ પરણેલી સ્ત્રી ઉપર જે દુષ્ટ વિચાર તે કામ કહેવાય. સ્વપરના નુકસાનના વિચાર કર્યો સિવાય કાપ કરવા તે ક્રોધ કહેવાય. દાન દેવાને ચાગ્ય હોય તેા પણ પેાતાના ધનનો સદુપયોગ ન કરવા અને કારણ સિવાય પણ બીજાના ધનને ગ્રહણ કરવાની ઇચ્છા કરવી તે લાભ કહેવાય. દુષ્ટ અભિનિવેશને ન છેડવા અથવા યુક્તિયુક્ત વાત ડાય તે પણ પોતાના આગ્રહથી ન સ્વીકારવી તે માન કહેવાય. બીજા ઉપર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org